<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા ભ્રષ્ટાચાર સતર્કતા - જાગરૂકતા બાઈક રેલી

 

રાજકોટઃ સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા સતર્કતા-જાગરૂકતા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા કેન્‍દ્રિય કાર્યાલયથી વિશેષ ઉપસ્‍થિત બેંકના મહાપ્રબંધક ડો. હિમાંશુ ગુપ્તાની સાથે અમદાવાદ આંચલિક કાર્યાલયથી શ્રી સુમન સિંઘ તેમજ રાજકોટ ક્ષેત્રીય પ્રમુખ શ્રી મુનીશ રાબાના નેતળત્‍વમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના નવીનતમ ક્ષેત્રીય કાર્યાલય કે જે બીએસએનએલ બિલ્‍ડીંગમાં આવેલું છે ત્‍યાંથી બાઈક રેલી નીકળી કિશાનપરા ચોક થી બહુમાળી ચોક થઈ રેસકોર્ષ રીંગ રોડ પર નીકળી હતી આ રેલીમાં બેંકની સ્‍થાનિક શાખાના શાખા પ્રબંધકની સાથે શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ક્ષેત્રીય કાર્યાલયના કર્મચારીઓ પણ જોડાયા હતા. ક્ષેત્રીય કાર્યાલય તરફથી સતર્કતા અધિકારી શ્રી લોકેશ કુમાર ગયોલ દ્વારા દરેકને સતર્કતા વિશે માહિતગાર કર્યા હતા અને ભ્રષ્ટાચાર વિરૂધ્‍ધ શપથ લેવડાવ્‍યા હતા. રેલી બાદ ડો. હિમાંશુ ગુપ્તા દ્વારા બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત બેંકના માનવંતા ગ્રાહકો સાથે હોટલ પ્‍લેટીનમના કોન્‍ફરન્‍સ હોલમાં સંવાદ યોજાયો હતો. તાજેતરમાં બેંકમાંથી ધિરાણ લેનાર બેંકના ગ્રાહકોને સ્‍વિકળતી પત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. આ તકે ક્ષેત્રીય પ્રમુખ શ્રી મુનીશ રાણા દ્વારા ઉપસ્‍થિત ગ્રાહકોને બેંકની વિવિધ એમએસએમઈ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

(3:46 PM IST)