<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

‘પ્રિન્‍સ ઓફ કૈલાસ' ગણેશ મહોત્‍સવમાં આજે રાસગરબા - કાલે લોકડાયરો

 

રાજકોટ : ભક્‍તિનગર સર્કલ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી લાગ લગાટ ધર્મરક્ષક પરિષદ એમ. કે. ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘પ્રિન્‍સ ઓફ કૈલાસ'નું સ્‍થાપન કરી ગણેશ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. દરરોજ હજારો લોકો દર્શનનો લાભ લ્‍યે છે. ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્‍વામી, વોર્ડ નં. ૧૭ના જાગૃત કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામી, એમ. કે. ટ્રસ્‍ટના રમેશ ગઢિયા, ભૌતિક આસોદરીયા, મિતેષ આટકોટીયા, રવિ આટકોટીયાની સંયુકત યાદીમાં જણાવ્‍યા મુજબ ગણેશ મહોત્‍સવમાં દરરોજ ભાવિકજનો ભાવથી પૂજા અર્ચના કરે છે. જેમાં પ્રથમ દિવસે વિધાનસભા ૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહીતનાએ ઉપસ્‍થિત રહી પૂજન અર્ચન કરેલ. બીજા દિવસે કેન્‍દ્રીય  મંત્રી અને સાંસદ પરષોતમભાઇ રૂપાલાએ મહાઆરતીમાં લાભ લીધો હતો. બાદમાં ભારત માતાનું પૂજન કરી રાષ્‍ટ્રગીતમાં પણ જોડાયા હતા. આયોજકો દ્વારા સિંદુર થીમ પર સમગ્ર ફલોટ સજાવટ કરવામાં આવી છે. આ તકે ભક્‍તિનગર પી.આઇ. એમ. એમ. સરવૈયાનું ગૌતમભાઇ ગોસ્‍વામી અને મીડિયા ઇન્‍ચાર્જ હરેશભાઇ જોષી દ્વારા સન્‍માન કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ અગ્રણી અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઇ જોષીએ ગણપતિ મારાજની મહાઆરતી અને પૂજન અર્ચનનો લાભ લીધો હતો. દરરોજ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. જેમાં આજે રાત્રે વિધાનસભા ૭૦ ના બહેનો માટે રાસ ગરબાનું આયોજન છે. મોન્‍ટુ મહારાજ, અલ્‍પાબેન ગોસ્‍વામી, દેવ્‍યાનીબેન ચક્રવતી, વિશાલ વરૂ સહીતના કલાકારો સંગીતના સથવારે દાંડીયા રાસના ચાહકોને ઝુમાવશે. આવતીકાલે ભવ્‍ય લોકડાયરો રાખેલ છે. જેમાં શૈલેષ મહારાજ અને ગોવિંદભાઇ હેરમા જમાવટ કરશે. સૌ કોઇએ લાભ લેવા ધર્મરક્ષક પરિષદના ગૌતમ ગૌસ્‍વામી અને અનિતાબેન ગૌસ્‍વામી તેમજ સમગ્ર ટીમ દ્વારા જાહેર અનુરોધ કરાય છે.આ  ગણપતિ મહોત્‍સવની મીડિયા વ્‍યવસ્‍થા શહેર ભાજપના હરેશભાઇ જોષી સંભાળી રહ્યા છે. જયારે ઇન્‍ચાર્જ તરીકે ઉદય જોષી અને હિતેષ જોષી સેવા આપી રહ્યા છે.

(4:05 PM IST)