News of Saturday, 30th August 2025
કાલે તમામ બૂથ પર ‘‘મન કી બાત'' કાર્યક્રમ યોજાશેઃ ડો. માધવ દવે

રાજકોટઃ તા. ૩૦, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર માસના અંતિમ રવીવારે ‘મન કી બાત' કાર્યક્રમ યોજવામાં આવે છે. આ માસનો ‘મન કી બાત' નો કાર્યક્રમ આવતીકાલે તા. ૩૧ને રવીવારે સવારે ૧૧. કલાકે યોજવામાં આવશે.
આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં રાજકોટ શહેરના હોદેદારો જોડાઇને કાર્યક્રમને નિહાળશે. આ ઉપરાંત શહેરમાં આવતા ૯૮૪ બુથમાં ‘મન કી બાત' કાર્યક્રમ નિહાળવામાં આવશે, તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
રાજકોટ મહાનગરમાં ‘મન કી બાત'કાર્યક્રમની વ્યવસ્થા ‘મન કી બાત' ના ઇન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, મંત્રી ભરતભાઈ શીંગાળા તેમજ વિધાનસભા-૬૮ માં પરાગ મહેતા, વિધાનસભા-૬૯ માં દશરથ વાળા, વિધાનસભા-૭૦ માં યોગેશ ભુવા અને વિધાનસભા-૭૧ માં રસિકભાઇ કાવઠીયા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે વ્યવસ્થા સંભાળી રહયા છે.(
(4:14 PM IST)










