<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મનપાના બજેટમાં સમાવેશ ૨૮ પૈકી ૭ પ્રોજેકટોની અમલવારી શરૂ

બજેટમાં ઉમેરાયેલ નવી યોજનાઓની તુરંત પ્રક્રિયા કરવા સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરની અધિકારીઓને સૂચનાઃ સમીક્ષા બેઠક યોજાઇ : સ્‍કાયવોક, ઓકસીજન પાર્ક, બે શાક માર્કેટ, લોક વિજ્ઞાન કેન્‍દ્રના ઓડીટોરીયમનું નવીનીકરણ સહિતની સામાન્‍ય નવી યોજના મંજુરી પ્રક્રિયામાં

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ સ્‍ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્‍ટેટસ રીવ્‍યુ અંગે મીટીંગ કરવામાં આવેલ.

આ મિટીંગમાં તમામ નાયબ કમિશનર, સીટી એન્‍જીનીયરઓ, તથા લગત અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્‍ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્‍તળત માહિતી મેળવવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ કમિશનરો, મ્‍યુનિ.સેક્રેટરી, સીટી એન્‍જીનીયરો, ચીફ એકાઉન્‍ટન્‍ટ, આસી.કમિશનર, ડેપ્‍યુટી એન્‍જીનીયરો, પી.એસ. ટુ ચેરમેન, લગત મેનેજરો તથા સંલગ્ન વિભાગના શાખા અધિકારીઓ, આરોગ્‍ય અધિકારી, પર્યાવરણ ઇજનેર, ડાયરેક્‍ટર પાર્ક એન્‍ડ ગાર્ડન, વેટરનરી ઓફિસર, સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલીકરણ સંદર્ભે વિસ્‍તળત માહિતી રજુ કરેલ હતી.

સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે, તેમજ બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સત્‍વરે અમલીકરણ થાય તે સુનિヘતિ કરવા માટે લગત અધિકારીઓને સુચના આપેલ, તેમ જણાવ્‍યું હતું.

કંઇ યોજના કયાં પહોંચી?

સ્‍કાય વોક/ફૂટ ઓવરબ્રિજઃ (ત્રિકોણબાગ, આત્‍મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્‍ના પાર્ક ગોંડલ ચોકડી પાસે)  મંજુર પ્રક્રિયામાં, શહેરમાં નવા અને મોડેલ એન્‍ટ્રી ગેઈટ (પ્રવેશદ્વાર) બનાવવાઃ (કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્‍ડ, માધાપર ચોક, SRP કેમ્‍પ પાસે, બેડી ચોકડી પાસે, ભાવનગર રોડ, વગેરે) એસ્‍ટીમેટ પ્રક્રિયામાં, થીમ બેઝડ ઑક્‍સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટઃ (કાલાવડ રોડ પર, અવધ રોડ પાસે) મંજુરી પ્રક્રિયામાં, ૩ - નવી શાક માકેટઃ (સે.ઝોનઃ રેલનગર) (વે.ઝોનઃ લક્ષ્મીનગર) (ઇ.ઝોનઃ- વોર્ડ નં.૪ સેટેલાઈટ ચોક પાસે) વહીવટી પ્રક્રિયામાં, ૨- શાક માર્કેટનું નવીનીકરણઃ (સેં. ઝોનઃ- જ્‍યુબીલી શાક માર્કેટ) (ઈસ્‍ટ ઝોનઃ- કનકનગર શાક માર્કેટ) મંજુરી પ્રક્રિયામાં, શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્‍યુટીફીકેશન રીટેનીંગ વોલ પુર્ણ તથા પાર્કિંગનું કોંક્રિટ કામ ચાલુ, વોર્ડ નં.૦૪માં ભગવતીપરામાં નવી હાઈસ્‍કુલના કમ્‍પાઉન્‍ડમાં રમતગમતની સુવિધા જિલ્લા શિક્ષણાધિકારીને સોંપણીક, ૮ વોર્ડ નં. ૦૪માં બાકી રહેતા ટી.પી.રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ દરખાસ્‍ત પ્રક્રિયામાં, વોર્ડ નં. ૧૫-અમુલ સર્કલથી નેશનલ હાઇવે રોડ ડેવલપમેન્‍ટ સ્‍ટે.ક.દ્વારા ઠરાવ, સૌપ્રથમ વખત પશુ દવાખાનું મંજુરી પ્રક્રિયામાં, કેન્‍સરને કરીએ કેન્‍સલઃ ૧) RMC સંચાલિત શાળાઓની વિદ્યાર્થીનીઓને સર્વાઈકલ કેન્‍સરની વેકસીન વિનામૂલ્‍યે ૨) મેમોગ્રાફી મશીન (૧) કેન્‍દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ, (ર) ટેન્‍ડર પ્રક્રિયામાં, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્‍સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્‍યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકના નામે ૧ વળક્ષનું વાવેતર. અમલવારી શરૂ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ શહેરમાં જન્‍મનાર પ્રત્‍યેક બાળકો/બાળકીઓ ના નામે ૧ વળક્ષનું વાવેતર. અમલવારી શરૂ, વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧માં બગીચા હેતુના અનામત પ્‍લોટ નં.૩૯માં નવો બગીચો સ્‍ટે.ક. દ્વારા ઠરાવ, રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઈટીંગ ટેન્‍ડર પ્રક્રિયામાં, રેસકોર્ષ સંકૂલમાં આવેલ લોક વિજ્ઞાન કેન્‍દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ મંજુરી પ્રક્રિયામાં, લાખાજીરાજ શાકમાર્કેટમાં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન એસ્‍ટીમેટ પ્રક્રિયામાં, વોર્ડ નં.૦૩ માધાપર વિસ્‍તારમાં - આરોગ્‍ય કેન્‍દ્ર આધુનિકરણ એસ્‍ટીમેટ પ્રક્રિયામાં, વોર્ડ નં. ૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે નવો કોમ્‍યુનિટી હોલ એસ્‍ટીમેટ પ્રક્રિયામાં , હેરીટેજ સિટી બ્‍યુટીફીકેશનઃ (આશરે ૧૦૦ વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્‍ટ) વહીવટી પ્રક્રિયામાં તથા  વોર્ડવાઈઝ આધાર કેન્‍દ્રોઃ- અમલીકરણ શરૂ, વોર્ડવાઈઝ સ્‍પોર્ટસના સાધનોની કીટનું વિતરણઃ- વહીવટી પ્રક્રિયામાં,  ૫ દિવસીય યોગ શિબિરઃ-કામગીરી પૂર્ણ , જન્‍મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ - વિનામૂલ્‍યેઃ- અમલીકરણ શરૂ, પદાધિકારીશ્રીઓની વિકાસ કામો માટેની ગ્રાન્‍ટની રકમમાં વધારોઃ-અમલીકરણ શરૂ,  પેડક રોડને ‘‘ગૌરવપથ'' તરીકે વિકસિત કરવોઃ-  ટેન્‍ડર પ્રક્રિયામાં, ત્રિદલ યોજના-બિલ્‍વવળક્ષ સંવર્ધનઃ- અમલીકરણ શરૂ તથા સ્‍વચ્‍છ અને હરિયાળું રાજકોટઃ-વહીવટી પ્રક્રિયામાં છે

(4:15 PM IST)