<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મનપાના ડેપ્‍યુટી કમિશનર મનિષ ગુરવાનીની બદલી : મહેશ જાનીને વધારાનો ચાર્જ

ગાંધીધામ મ્‍યુનિ. કમિશનર તરીકે નિમણુંકઃ સતત બીજા ડે. કમિશનરને નવી મહાપાલીકા સોંપાઇ

રાજકોટ તા.૩૦: રાજય સરકાર દ્વારા ગઇકાલે રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના ડેપ્‍યુટી કમિશનર મનિષ ગુરવાનીની કચ્‍છના ગાંધીધામ મ્‍યુનિ.કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમના સ્‍થાને પ્રાદેશિક મ્‍યુનિસીપાલીટીના નિયામક મહેશ જાનીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્‍યો છે. અત્રે ઉલ્લેખનીય છે. અગાઉ  તત્‍કાલીન રાજકોટ મનપાના ડે. કમિશનર સ્‍વપ્‍નિલ ખરે ને મોરબીના મ્‍યુનિ.કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. આ સ્‍વપ્‍નિલ  ખરે બાદ સતત બીજા ડે.કમિશનર મનિષ ગુરવાનીને નવા મ્‍યુનિ. કોર્પોરેશનની જવાબદારી સોંપવામાં આવી છે

(4:22 PM IST)