તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
સાધુ વાસવાણી રોડ પર એમએસ વેલનેસ સ્પામાં ચાલતાં કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડોઃ સંચાલક વિષ્ણુ વિહારના મુકુંદ કાચા અને ગ્રાહકો મોકલતા નવીન નેપાળી વિરૂધ્ધ ગુનો
બિહાર, રાજકોટની લલના પાસે દેહવેપલો કરાવાતો હતોઃ પીઆઇ બી. એમ. ઝણકાત, પીએસઆઇ ગોસ્વામી, હડકોન્સ. આરીફ અંસારી, હરસુખભાઇ, હસમુખભાઇ, ભુમિકાબેન સહિતની ટીમનો દરોડો

રાજકોટઃ શહેરમાં બે દિવસ પહેલા રજપૂતપરામાં એક કોમ્પલેક્ષના બીજા માળે સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના પર એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી મેનેજર અને સંચાલકની ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક આવુ કૂટણખાનુ ઝડપાયું છે. સાધુ વાસવાણી રોડ પર અતુલ બેકરી ઉપર બીજા માળે આવેલા એમએસ વેલનેસ સ્પામાં કૂટણખાનુ ચાલતુ હોવાની માહિતી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલક અને અહિ ગ્રાહકો મોકલતો નેપાળી શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. સ્પામાં રાજકોટ, બિહારની યુવતિને રાખી તેની પાસે લોહીનો વેપલો કરાવી સંચાલક ગ્રાહક પાસેથી કાઉન્ટર ઉપર ૧૦૦૦ મુકાવી તેમજ શરીર સંબંધ બાંધવાના અલગથી ૨૦૦૦ લઇ લલનાને ૧૦૦૦ આપી બાકીના પોતે રાખી લતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન રૂા. ૩૭૩૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના હેડકોન્સ. મહમદઆરીફ શોૈકતઅલી અંસારીની ફરિયાદ પરથી એમએસ વેલનેસ સ્પાના સંચાલક મુકુંદ જયેશભાઇ કાચા (રહે. વિષ્ણુ વિહાર સોસાયટી-૪) તથા ગ્રાહકોને અહિ મોકલતા મવડી ચોકડી પાસે રહેતાં નવીન લામા-નેપાળી વિરૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ટીમને બાતમી મળતાં ડમીગ્રાહકને સ્પામાં મોકલી ખરાઇ કરી હતી. બાદમાં પોલીસની ટીમ ત્રાટકી હતી. આ વખતે કાઉન્ટર પર બેઠેલો શખ્સ ભાગી ગયો હતો. અહિ યુવતિ હાજર હોઇ તેની પુછતાછ કરતાં તેણે પોતે રાજકોટની હોવાનું અને ભાગી ગયેલો શખ્સ નવીન લામા નેપાળી હોવાનું તેમજ ગ્રાહકોને નવીન અહિ લાવતો હોવાનું કહ્યું હતું.
પોલીસે રૂમ ચેક કરતાં એક રૂમમાંથીસ્ત્રી-પુરૂષ મળી આવ્યા હતાં જે કઢંગી હાલતમાં હતો. યુવતિની પુછતાછ કરતાં પોતે મુળ બિહારની હોવાનું અને હાલ રાજકોટ રહેતી હોવાનું તેમજ પોતાની સાથેના ગ્રાહકને નવીન લામા નેપાળીએ મોકલ્યાનું કહ્યું હતું. આ યુવતિએ કહ્યું હતું કે સ્પાનો સંચાલક મુકુંદ કાચા છે જે ગ્રાહક દીઠ ૨૦૦૦ રૂપિયા લઇ પોતાને ૧૦૦૦ આપે છે અને ૧૦૦૦ મુકુંદ રાખી લે છે. તેમજ સ્પામાં એન્ટ્રી ફી તરીકે અલગથી ૧૦૦૦ કાઉન્ટર પર જમા કરાવવા પડે છે.
બીજા રૂમમાં ચેક કરતાં અન્ય એકસ્ત્રી મળી હતી. જેણે પોતે મુળ રાજકોટની જ હોવાનું કહ્યું હતું. આ રૂમમાંથી ગ્રાહક તરીકે એક શખ્સ મળ્યો હતો. તે માત્ર મસાજ કરાવવા જ આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન રોકડા ૨૭૩૫૦, મોબાઇલ ફોન બે નંગ મળી ૩૭૩૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુ ટીમના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એ. કે. ગોસ્વામી, હેડકોન્સ. મ.આરીફ અંસારી, હેડકોન્સ. હરસુખભાઇ, કોન્સ. હસમુખભાઇ, મહિલા કોન્સ. ભુમિકાબેન સહિતે આ કામગીરી કરી હતી.
(11:40 AM IST)










