<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

રાજકોટ-આટકોટ રોડ બિસ્માર : સરધાર ગામે ગ્રામ્યજનો-કોંગ્રેસે કર્યો ચક્કાજામ: અટકાયત

ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને પરસોત્તમભાઈ રૂપાલાના પોસ્ટર લગાડી વિરોધ કરાયો

રાજકોટના સરદાર ગામે ખરાબ રોડ રસ્તાને લઈને ગ્રામજનો અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ દરમિયાન કોંગ્રેસ ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લગાડી વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટથી આટકોટ સુધી રોડ ખૂબ જ બિસમાર છે. કોંગ્રેસના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, દસ દિવસમાં રોડનું કામ નહીં થાય તો મંત્રી ભાનુબેન અને સાંસદ પરસોતમભાઈ  રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપના અગ્રણી ચેતન પાણે કહ્યું વરસાદના કારણે રોડ રસ્તાનું કામ થઈ શક્યું નથી. રાજકોટ થી સરધારની હદ સુધી 27 કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે.ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા. રોડ રસ્તાને લઈને ફરી રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું. છે 

 

(12:12 PM IST)