<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

'તેરા તુજકો અર્પણ': ઓગષ્ટ માસમાં ફ્રોડમાં ગુમાવી રૂા.૨૪,૧૫,૫૮૯ની રકમ ફરિયાદીઓને પરત અપાવતી રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ: પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.કૈલા, એમ.એ.ઝણકાત, બી.બી.જાડેજા, એસ.ડી.ગીલવા તથા પી.આર.ડોબરીયાની ટીમોની કામગીરી: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી સી.એમ. પટેલનું માર્ગદર્શન

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા “તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારો/ફરીયાદીને તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા અભિયાન ચલાવવા આવેલ છે. જેના ભાગ રૂપે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.કૈલા તથા શ એમ.એ.ઝણકાત તથા શ્રી. બી.બી.જાડેજા તથા શ્રી એસ.ડી.ગીલવા તથા શ્રી. પી.આર.ડોબરીયા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ થયેલ ગુનાઓ (National Cyber Crime Reporting Portal) Help Line No.1930 પરથી આવતી અરજીની તપાસ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા કોર્ટ કાર્યવાહી દ્વારા પરત અપાવવાની કામગીરી કરેલ છે. જે અંતર્ગત ઓગસ્ટ મહિનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા સાયબર ફ્રોડના ભોગબનનાર ફરીયાદી/અરજદારો ને કુલ-રૂા. ૨૪,૧૫,૫૮૯ની રકમ પરત અપાવેલ છે. 

ફ્રોડથી બચવા આટલું ધ્યાન રાખો:

હાલના સમયમાં નાગરીકો લોભ, લાલચ કે ડરના કારણે અથવા તો ટેકનોલોજીની જાણકારીના અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા લોકોને મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેક્શનના મેસેજ મોકલી સામેવાળા દ્વારા પૈસા ભુલથી ટ્રાન્સફર થઇ ગયેલ તેમ કહી વિશ્વાસમાં લઇ તેમજ ટેલીગ્રામ પર આવેલ મેસેજ દ્વારા અલગ-અલગ ટાસ્ક આપી શરૂઆતમાં અમુક રકમ રીફંડ આપી વિશ્વાસમાં લઇ તેમજ ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર શેર બજારની ટીપ્સ આપવાના નામે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમા ઉચુ વળતર બતાવી રોકાણ કરાવી લઇ તેમજ સોશીયલ મીડીયા ઉપર લોન કરાવી આપવાની જાહેરાતો મુકી તેમજ લોકોને વોટસએપ ઉપર વિડીયો કોલ ઉપર અધિકારી બની ડર બતાવી ડીજીટલ એરેસ્ટ કરી ફ્રોડના બનાવો બને છે.

આવા ફ્રોડના બનાવો રોકવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે સેમીનારો તથા અવેરનેશ પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવે છે અને આવા ફ્રોડનો ભોગ ન બનીએ તે માટે લોકોને તકેદારીના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાાં આવે છે કે, લોભામણી સ્કીમો જેવી કે, ઘરબેઠા પૈસા કમાવવા તથા ઓનલાઇન લોન લેવાની જાહેરાતોથી દૂર રહેવુ.

અજાણી લીંક ઉપર કયારેય કલીક કરવુ નહી, અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી, ગુગલ ઉપરથી કસ્ટમર કેર નંબર શોધવા કરતા જે તે ઓથેન્ટીક એપ્લીકેશન પરથી જ કસ્ટમર કેર નંબર મેળવાનો આગ્રહ રાખવો, આધારકાર્ડ બાયોમેટ્રીક લોક રાખવા, સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન ચાલુ રાખવુ, અજાણી લીંક ઉપરથી ઓનલાઇન વસ્તુ ખરીદવાથી દૂર રહેવું.

“ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે સાયબર હેલ્પ લાઇન નંબર -૧૯૩૦ નો તુરંત જ સંપર્ક કરો"

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર સી.એમ. પટેલ દ્વારા અરજદાર/ફરીયાદીના સાયબર ફ્રોડમા ગયેલ નાણા પરત આપવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ તે અંતર્ગત આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:-પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.કૈલા, એમ.એ.ઝણકાત, બી.બી.જાડેજા, એસ.ડી.ગીલવા તથા પી.આર.ડોબરીયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમેં કરી છે.

(6:59 PM IST)