તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અંબા આશ્રિતવાળા નિલેષભાઈના ભાઈ જયપ્રકાશભાઈ (જયેશભાઇ ) ભાલાણીનું દુઃખદ અવસાન :સોમવારે સવારે ઉઠમણું - પ્રાર્થનાસભા
સવારે ઉઠમણું- પ્રાર્થનાસભા બેંકર્સ રીક્રીએશન ક્લબ, કલેકટર ઓફિસની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

રાજકોટ : સ્વ. શ્રી જયપ્રકાશભાઈ શાંતિલાલ ભાલાણી (જયેશભાઈ ) તે સ્વ. શાંતિલાલ વિરચંદ ભાલાણીના સુપુત્ર તેમજ સ્વ. દિપકભાઈ અને નિલેશભાઈ (ભીમભાઈ) (અંબા આશ્રીત સારીઝ વાળા)ના ભાઈ તથા તે નયનાબેનના પતિ તેમજ અંકિતા જયકુમાર ખારા, શ્વેતા જીગરકુમાર શાહ (સુ. નગર) અને યશના પિતાશ્રી, અને જયંતિલાલ મગનલાલ પારેખના જમાઈ તા. ૩૧-૦૮-૨૦૨૫ ના શ્રી અરિહંતશરણ પામેલ છે.
સ્વ,નું ઊઠમણું તારીખ : ૦૧-૦૯-૨૦૨૫ને સોમવારે સવારે ૧૦:૦૦ કલાકે અને પ્રાર્થનાસભા સવારે ૧૦ :૩૦ કલાકે બેંકર્સ રીક્રીએશન ક્લબ, કલેકટર ઓફિસની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે( સાસરા પક્ષનું બેસણું ઉપરોકત સ્થળે આજ સમયે રાખેલ છે. ) યશભાઈ - ૯૯૨૪૦૨૨૯૬૬ || નિલેશભાઈ (ભીમભાઈ) - ૯૮૨૪૪૨૯૭૦૦
(12:05 AM IST)










