તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 1st September 2025
અનિરૂધ્ધસિંહને સુપ્રીમે ઝટકો આપ્યોઃ ૧૮મી સુધીમાં સરન્ડર થવાનો આદેશઃ હવે જેલમાં જવુ પડશે
ગુજરાત હાઇકોર્ટે સજા માફી રદ કરતા સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરતા પ્રથમ સુનાવણીમાં જ સુપ્રીમે રાહત આપી નહીઃ ૧૯૮૮ના ૧૫મી ઓગસ્ટે થયેલ પોપટભાઇ સોરઠીયાના હત્યા કેસ સંદર્ભે ભારે ચકચારઃ સુપ્રીમના હુકમથી અનિરૂધ્ધસિંહ માટેના તમામ રસ્તાઓ બંધ થયા

રાજકોટઃ ગોંડલ શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વર્ષ ૧૯૮૮ની ૧૫મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા રીંબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ૧૯૮૮માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી સજા માફીના હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં કરેલી લીવ પીટીશનની પ્રથમ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને ઝટકો આપી હાઇકોર્ટનો હુકમ માન્ય રાખી આગામી તારીખ ૧૮/ ૯ સુધીમાં સરન્ડર થવા આદેશ કર્યો છે. વધુ વિગત મુજબ ગઈ ગોંડલ તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશકુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાની અકાળ મુક્તિ કાયદાના અધિકાર વિના છે. કોર્ટે જાડેજાના મુક્તિના આદેશને ભૂલભરેલો ગણાવ્યો હોવાથી, તેને જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો.તા.૨૯ના રોજ સુપ્રિમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે તા.૩૦ના રોજ દાખલ થઈ હતી. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી થશે. તા.૧ સપ્ટેમ્બરને આજ રોજ રાખવામાં આવી હતી. જે ખંડપીઠની બેંચ સમક્ષ રીત પિટિશન ચાલી જતા ન્યાયધીશે હાઇકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરુદ્ધસિંહ ને આગામી તારીખ ૧૮/૯ સુધીમાં કોર્ટમાં સરન્ડર થવા હુકમ કર્યો છે. (૩.૧૩)
(2:42 PM IST)










