તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ચક્ષુદાન જનજાગૃતિ માટે શુભાશિષ

સમગ્ર દેશમાં ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી ચાલી રહી છે. ત્યારે શહેરની સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા પણ ચક્ષુદાન પખવાડાની ઉજવણી જાહેર કરી છે. સમિતિના આગેવાનો સર્વશ્રી અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, પરિમલભાઇ જોષીએ ‘અકિલા' પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાની રૂબરૂ મુલાકાત લઇ ચક્ષુદાન પ્રવૃત્તિ વિષે માહીતી આપી હતી. તેમજ આ પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે આશિર્વાદ મેળવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે
(1:30 PM IST)










