<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

કલેકટર તંત્રને લોકમેળામાંથી પ૦ લાખના નફાનો અંદાજઃ મેળો ખસેડવા તૈયારીઓ શરૂ

 

રાજકોટ તા. ૧: જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં યોજાયેલા ‘શૌર્ય સિંદૂર લોકમેળા'માં આ વર્ષે તંત્રને ૫૦ લાખ રૂપિયાથી વધુ નફાનો અંદાજ છે.  લોકમેળામાં વિવિધ સ્‍ટોલની હરાજીમાંથી ૨ કરોડથી વધુની આવક થઈ હતી. આ તમામ આવક અને ખર્ચની ગણતરી બાદ ૫૦ લાખ રૂપિયાથી વધુનો ચોખ્‍ખો નફો થશે. તેમ કલેક્‍ટર કચેરીના સૂત્રોએ જણાવ્‍યું હતું.

આ વર્ષે લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્‍યાને જોતા આવતા વર્ષે લોકમેળો રાજકોટ શહેરની બહાર ખસેડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. નવા રેસકોર્સ ખાતે અટલ સરોવરની બાજુમાં આવેલ ગ્રાઉન્‍ડને લોકમેળા માટે તૈયાર કરવામાં આવશે. ચોમાસુ પૂરું થયા બાદ આ મેદાનને સમતલ કરવા અને અન્‍ય જરૂરી ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(2:46 PM IST)