તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની સાધારણ સભા હરિયાણામાં: નયનાબેન પેઢડીયા જોડાશે
ર સપ્ટેમ્બરથી ૩ સપ્ટેમ્બર કરનાલમાં મંત્રી મનહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાશે

રાજકોટ તા.૧: ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા હરિયાણાના કરનાલ ખાતે આયોજિત ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા જોડાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ એ સમગ્ર ભારતના વિવિધ મહાનગર, નગર નિગમના મેયર્સનું શહેરોના માળખાકિય અને સંતુલિત વિકાસ માટે નીતિ તથા વિચાર, સલાહ અને માર્ગ દર્શનને આદાન-પ્રદાન કરવા માટેનું એક રાષ્ટ્રીય સંગઠન છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની ૫૩મી વાર્ષિક સાધારણ સભાનું ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં કરનાલ (હરિયાણા) ખાતે તા.૦૨થી તા.૦૩ દરમ્યાન કરવામાં આવેલ છે. આ વાર્ષિક સાધારણ સભામાં ભાગ લેવા માટે મેયરને આમંત્રણ મળેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સનું સભ્યપદ ધરાવે છે.
૫૩મી વાર્ષિક સાધારણ સભાની માહિતી
વાર્ષિક સાધારણની સભામાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સના સભ્યોનો પરિચય કરાવવામાં આવશે, અગાઉ યોજાયેલ ૫૨મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની ચર્ચા કરવામાં આવશે, રાજ્યોમાં શહેરી સંસ્થાઓની સ્થિતિ વિષે જાણકારી મેળવવામાં આવશે, મેયર કાઉન્સિલની બાકી સભ્યપદ ફી પર વિચારણા કરવામાં આવશે, ઓડિટ કરાયેલ આવક અને ખર્ચની મંજૂરી વિષે ચર્ચા કરવામાં આવશે, મેયર કાઉન્સિલની કારોબારી સમિતિની રચના કરવામાં આવશે, અધ્યક્ષની ઉપસ્થિતિમાં એમની મંજુરીથી અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ ૫૩મી વાર્ષિક સાધારણ સભાનો શુભારંભ સમારોહ તા.૦૨ સપ્ટેમ્બર મંગળવારના સવારે ૧૦ કલાકે યોજાશે. આ ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં સભ્ય તરીકે મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ભાગ લેવા માટે કરનાલ (હરિયાણા) ખાતે જવા આજ તા.૦૧ બપોર બાદ જનાર છે.
(3:41 PM IST)










