<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

વોર્ડ ૩માં માયાબેન છાંગામલ ટેકવાણીના સ્‍મરણમાં કાલે સેવા દિવસ તરીકે ઉજવાશે : સુનિલ ટેકવાણી

વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ - સગર્ભા મહિલાઓને પોષક આહાર,લેબોરેટરી કેમ્‍પમાં ૪૦% ડિસ્‍કાઉન્‍ટ કોઈ પણ ટેસ્‍ટ ઉપર આપવામાં આવશે : કુસુમબેન ટેકવાણી

 

 

 રાજકોટ : ઓમ નમઃ સેવા ફાઉન્‍ડેશનૅ ના ચેરમેન શ્રી સુનિલભાઈ ટેકવાણી અને વોર્ડ ૩ ના કોર્પોરેટર શ્રીમતી કસુમબેન ટેકવાણી એ યાદીમાં જણાવ્‍યું કે, સ્‍વ. માયાબેન છાંગામલ ટેકવાણીના અવસાનને ૫ાંચ વર્ષ થતાં તા. ૨ સપ્‍ટેમ્‍બર મંગળવાર ‘‘સેવા દિવસ'' તરીકે ઉજવણી કરવામાં આવશે. આ સંસ્‍થાની સ્‍થાપના સ્‍વ. માયાબેનની પ્રેરણા અને તેમના પિતા સ્‍વ. છાંગામલજી ટેકવાણીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.

 આ નિમિત્તે વોર્ડ નં. ૩ ના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક ફુલ સ્‍કેપ ચોપડા જેમાં એક વિદ્યાર્થીને પાંચ ચોપડા વિતરણ કરવામાં આવશે. તેમજ સગર્ભા મહિલાઓને પોષક પ્રોટીન પાવડર જેથી કુપોષિત નાબૂદ કરિષ્‍કાય તથા ફળોનું વિતરણ, આગણવાડીના બાળકોને સરપ્રાઇઝ ગિફ્‌ટ ઉપરાંત સંસ્‍થાના કાર્યાલય ખાતે લેબોરેટરી કેમ્‍પ રાખવામાં આવેલ છે, જેમાં તમામ ટેસ્‍ટ ઉપર ૪૦% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે.

સ્‍થળઃ ઓમ નમઃ સેવા ફાઉન્‍ડેશન;  ૪/૮ ગાયકવાડી પ્‍લોટ; રાજકોટ નાગરિક સહકારી બેંક પાછળ;  જંકશન પ્‍લોટ મેઈન રોડ પાસે; રાજકોટ ખાતે સંપર્ક કરવા સંસ્‍થાના ચેરમેનશ્રીએ અનુરોધ કરેલ છે.

(3:50 PM IST)