<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ભોં ટાંકામાં પડી જતાં ૪ વર્ષના પ્રતિકનું મોતઃ પરિવારજનોમાં શોકની કાલીમા

ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ ક્‍વાર્ટરમાં કરૂણ બનાવ

 

રાજકોટ તા. ૧: શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં રાહુલભાઇ અઘારાનો પુત્ર પ્રતિક (ઉ.વ.૪) ઘર પાસે રમતો રમતો ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું.

સવારે પ્રતિક ફળીયામાં રમવા નીકળ્‍યો હતો. બાદમાં તે નજરે ન ચડતાં પરિવારજનોએ તપાસ કરતાં ભોં ટાંકામાંથી બેભાન મળી આવ્‍યો હતો. જેને ૧૦૮ના તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર પ્રતિક બે ભાઇમાં નાનો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. માતાનું નામ પૂજાબેન છે. લાડકવાયાના મૃત્‍યુથી માતા-પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(3:50 PM IST)