<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

શહેરનાં માધાપર ચોકડી પાસે પડેલ ઊંડા ખાડાઓ ભા.જ.પ.નાં શાસકોનું ચીર હરણ કરતાં હોય તેવાં દેખાય છે

હજારો વાહનચાલકો અને આ રસ્‍તેથી પસાર થતી જનતાના સવાલઃ ખાડા કયારે પૂરસે ભા.જ.પ.નાં શાસકો : રાજકોટનાં સાંસદ-ધારાસભ્‍યો, મનપાના શાસકો ખાડા બુરવા વામણા પૂરવાર થઇ રહ્યાં છેઃ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી

 

 

રાજકોટઃ શહેરના પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડી પાસે અડધા ફૂટથી લઈ એક ફૂટ સુધીના અનેક ખાડાઓ પડ્‍યા છે આ ખાડાઓના કારણે વરસાદી પાણી ભરાય છે રસ્‍તેથી પસાર થતા હજારો વાહનોચાલકના વાહનો ડિસ્‍કો ગતિએ ચાલે છે અને અનેક અકસ્‍માતો આ રસ્‍તા ઉપર સર્જાય છે છતાં પણ વાતો કરવામાં સુરા ભાજપના શાસકોનું કે તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને શહેરના ભાગોડે પડેલ આ ખાડાઓ ભાજપના શાસકોનું જાણે ચીરહરણ કરી રહ્યા હોય એવા દેખાય છે. આ રસ્‍તે થી ભાજપના અનેક આગેવાનો સાંસદશ્રીઓ ધારાસભ્‍યશ્રીઓ અને મનપાના પદાધિકારીઓ પોતાના કાફલા માટે પસાર થતા હોય છે પરંતુ પ્રજાજનો  પીડતા આ પ્રશ્ને નિરાકરણ કરવામાં નિષ્‍ફળની નીવડયા હોવાનું પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જણાવ્‍યું છે

 એક સક્ષમ વિપક્ષ તરીકે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી અને પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા માધાપર ચોકડી પાસે રોડ ઉપર પડેલ આ ખાડાઓ પુરવા માટે અને તાત્‍કાલિક ધોરણે સમારકામ કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવા જિલ્‍લા કલેકટર વહીવટી તંત્ર, રાજકોટ મનપાના વહીવટી તંત્રને તેમજ રૂડાના અધિકારીઓને  ટેલીફોન કરી અનેક વખત રજૂઆતો કરેલ છે પરંતુ ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપ સરકારનું વહીવટી તંત્ર અને અધિકારીઓને પ્રજાને પીડાતા આ પ્રશ્નોની લેસ માત્ર દરકાર નથી. એવું સાબિત થઈ રહ્યું છે ત્‍યારે ભાજપ પાર્ટીના શાસકો અને વહીવટી તંત્ર હવે શરમ કરે અને તાત્‍કાલિક ધોરણે આ ખાડાઓ બુરે અને રસ્‍તેથી પસાર થતા હજારો વાહન ચાલકોના પણ પ્રશ્નોને વાચા આપે એવી લોક માંગણી છે.

સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા આ રોડના ખાડા ઓ પૂરવા માટે પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે તેમ ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી એ  જણાવ્‍યું છે.(૩૮.૫૧)

(4:30 PM IST)