તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
મનપાના આંગણવાડીનાં દિવ્યાંગ બાળકોની આરોગ્ય ચકાસણી કરાઇ

રાજકોટઃ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આઈ.સી.ડી.એસ વિભાગ અને NGO શેર વિથ સ્માઈલના સંયુક્ત ઉપક્રમે આંગણવાડીના ૦ થી પાંચ વર્ષના ૬૯ દિવ્યાંગ બાળકોનો આરોગ્ય તપાસ કેમ્પ તેમજ NGO શેર વિથ સ્માઈલ દ્વારા કાર્યક્રમમાં ૬૯ દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવેલ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને સમાજના મૂળ પ્રવાહ સાથે જોડવા માટે નવેમ્બર ૨૦૨૩ માં ‘આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન' બહાર પાડવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ તેમજ શેર વિથ સ્માઈલ એનજીઓની મહેનતથી ખૂબ જ જહેમત ઉઠાવેલ છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આઈ.સી.ડી.એસ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.(
(3:52 PM IST)










