<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

તમારા વિસ્‍તારમાં આધારકાર્ડની કામગીરી કયાં થાય છે ? આંગળીના ટેરવે મેળવો માહિતી

મનપાની વેબસાઇટ www.rmc.org અને RMC Citizen app પરથી આધાર કેન્‍દ્રની વિગતો જાણી શકાશે

 

રાજકોટ, તા. ૧:  મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્‍દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડ નંબર ૧ થી ૧૮ ની વોર્ડ ઓફિસ ખાતે આધારની કામગીરી  ચાલુ કરવામાં આવેલ છે, રાજકોટ શહેરના નાગરિકો પોતાના વોર્ડના આધાર કેન્‍દ્ર અંગેના સ્‍થળ વિશેની માહિતી મહાનગરપાલિકાની વેબસાઈટ   https://www.rmc.gov.in  અને મહાનગરપાલિકાની મોબાઈલ એપ્‍લીકેશન “RMC Citizen App” પરથી જાણી શકાશે 

તદુપરાંત ગુગલ પ્‍લે સ્‍ટોર પરથી રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ્‍લીકેશન “RMC Citizen App” ડાઉનલોડ કરીને અરજદારે પોતાના મોબાઇલ નંબરથી રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે. ત્‍યારબાદ “Information”માં જઇને “RMC Offices” પર ક્‍લિક કરવું, અહીં આપેલ Zone Offices, City Civic Centers, Ward Offices, Libraries, Aadhar Centers પૈકી Aadhar Centers પર ક્‍લિક કરવાનું રહેશે. અહીં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન તથા તમામ ૧૮ વોર્ડવાઇઝ આધારકેન્‍દ્રોના મેપ લોકેશન દર્શાવેલ છે, અહીં દર્શાવેલ મેપ લોકેશન પૈકી અરજદાર પોતાની નજદીકના આધારકેન્‍દ્ર શોધીને પોતે ઇચ્‍છુક આધારકેન્‍દ્રની મુલાકાત લઇ શકે છે.    

આધારકેન્‍દ્ર સેવાનો લાભ લેવા  મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર  તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(3:53 PM IST)