<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવમાં ‘‘શ્રીનાથજીની ઝાંખી'' ભકિત સંગીતમાં ભાવિકો રસ તરબોળ

 

રાજકોટઃ સિદ્ધિવિનાયક ધામ, રેસકોર્સ ખાતે શહેર ભાજપ દ્વારા આયોજિત ગણપતિ મંગલ મહોત્‍સવ માં શ્રીનાથજીની ભવ્‍ય ઝાંખી યોજાઈ હતી. ઝાંખીનો લ્‍હાવો લેવા શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી વિશાળ સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે શ્રીનાથજીની ઝાંખી ભવ્‍ય શળંગારથી સજાવટ કરાઈ હતી. ફૂલોથી અંકિત મંદિર, લાઈટિંગ અને પરંપરાગત વાદ્યોના સ્‍વર વચ્‍ચે શ્રદ્ધાળુઓએ ભક્‍તિભાવપૂર્વક દર્શન કર્યા. સમગ્ર પરિસર ‘‘જય શ્રીનાથજી''ના ગુંજતા નાદોથી ગુંજી ઉઠ્‍યો હતો. આ પ્રસંગે નિધિ ધોળકિયા, નીતિન દેવકા સહિતના લોકપ્રિય ગાયક કલાકારોએ ભક્‍તિગીતોની રેલમછેલ કરી. મોરે મન આનંદ શ્રીનાથજી ભજું જેવા ભજનોના સ્‍વરો સાથે શ્રોતાઓ ભક્‍તિભાવમાં તરબોળ થઈ ગયા હતા, કલાકારોને શ્રોતાઓએ અદભૂત પ્રતિસાદ આપ્‍યો હતો.કાર્યક્રમ દરમિયાન  ભજનો, આરતી અને ધાર્મિક ગાનોથી સમગ્ર સિધ્‍ધી વિનાયક ધામ  ભક્‍તિભાવથી ગુંજી ઉઠ્‍યું હતું.  આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ,  ધારાસભ્‍ય   તેમજ વિવિધ મહાનુભાવો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ ગણપતિ મંગલ મહોત્‍સવના કાર્યક્રમોમાં રોજ નિત્‍ય નવી ધાર્મિક અને સાંસ્‍કળતિક ઝાંખીઓથી શહેરીજનોને અનોખો આધ્‍યાત્‍મિક આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે.ગણપતિ મંગલ મહોત્‍સવ અંતર્ગત રોજ સાંજે ભજન સંધ્‍યા, સાંસ્‍કળતિક કાર્યક્રમો તથા વિવિધ ધાર્મિક ઝાંખીઓનું આયોજન થતું રહે છે. તેમ મીડિયા ઇન્‍ચાર્જ હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેનીયાદીમાં જણાવાયું છે. (૯.ર૦)

 સાંજે બહેનો માટે

યોજાશે વાનગી સ્‍પર્ધા

રાજકોટ, તા. ૧ :  શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ભવ્‍યાતિભવ્‍ય ગણપતિ મહોત્‍સવનું આયોજન થયું છે. રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્‍ધિ વિનાયકધામ ખાતે આજે સોમવારે સાંજે ૪-૩૦ કલાકે બહેનો માટે ઓપન રાજકોટ વાનગી સ્‍પર્ધાનું આયોજન છે. સ્‍પર્ધા માટે તેમાં કોઇ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી, તેમજ વિજેતા બહેનોને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર થયા બાદ તેમને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવશે. (૯.ર૦)

રાત્રે બાળકો દ્વારા

સાંસ્‍કૃતિક કાર્યક્રમ

રાજકોટ, તા. ૧ :  શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે ગણપતિ મહોત્‍સવમાં આજે સોમવારે ૯ કલાકે દિવ્‍યાંગ બાળકો અને સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને નિહાળવા માટે રાજકોટ શહેરી જનોને શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના ઇન્‍ચાર્જ ડો. માધવ દવે મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કરેલ છે. (૯.ર૦)

(3:57 PM IST)