તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
કોંગ્રેસ દ્વારા ૯ મીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધારણા
વિદ્યાર્થીઓને એડમીશન સહિતના મુદ્દે થતી હાલાકી, અધ્યાપકોને થતા અન્યાયના મુદ્દે : કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહેલની ઉપસ્થિતી, સૌને જોડાવવા અપીલ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજા પૂર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો. હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ગુથ કોંગ્રેસ મહામંત્રી આદિત્યસિંહ ગોહેલ પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા એનએસયુઆઇ જીલ્લા પ્રમુખ રીયાઝ સુમરા, યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ હરપાલસિંહ જાડેજાની સંયુકત યાદી મુજબ તા. ૯/૯ ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહેલની રાહબરી હેઠળ વિદ્યાર્થીના એડમીશન, અધ્યાપકોને થતાં અન્યાયના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જોડાવા વિદ્યાર્થી અને અન્યાયકર્તા અધ્યાપકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિરોધી માનસિકતા ધરાવતા કુલપતિ જીસએએસ ની નિષ્ફળતા, કોલેજના પીએચડી માર્ગદર્શકોને રદ કરવા તેમજ માન્ય પ્રાઇવેટ કોલેજોના અધ્યાપકોનો અનુભવ ન ગણવા જેવી નીતિના વિરોધમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહેલની આગેવાનીમાં ૯ સપ્ટેમ્બરે ધારણા કરાશે.
કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્ર અધ્યાપકો, વિદ્યાર્થી ઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિષ્ફળતંત્રને જગાડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વિદ્યાર્થી અને અધ્યાપકોની વિરોધી માનસિકતાને લોકો સુધી પહોંચાડવા અને કુલપતિ પોતાની માનસિકતા બદલે તેવી માંગણી સાથે આ ધારણા કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું હોવાનું કોંગ્રેસની યાદીના અંતમાં જણાવાયું છે. (૩પ-ર૦)
(4:31 PM IST)










