<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

આલેલે.. જુનાગઢ-માટેલ બસના દરવાજા પર દોરડું બાંધવામાં

આવ્‍યું: ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ

રાજકોટઃ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા એસ.ટી. બસમાં મુસાફરોને પડતી હાલાકી અને ખામીયુક્‍ત સેવાઓ અંગે સમિતિના પ્રતિનિધિઓ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા, એસ.પી. રાજાણી, અને પઢીયાર બળવંતસિંહની સંયુક્‍ત યાદીમાં જણાવાયું છે કે ધોરાજી ડેપોની જુનાગઢ-માટેલ બસ (નંબર જીજે ૧૮-ઝેડ ૧૯૪૭)ના ગેટ પર દોરડું બાંધવામાં આવ્‍યું હતું, જે મુસાફરો માટે જોખમી હતું. ગજેન્‍દ્રસિંહ ઝાલાએ તાત્‍કાલિક ધોરાજી ડેપોના અધિકારીને આ અંગે રજૂઆત કરતા દોરડું હટાવી દેવામાં આવ્‍યું હતું. કંડક્‍ટરોને દરવાજો બંધ કરવા ઊભા ન થવું પડે તે માટે દોરડા બાંધવામાં આવે છે, જે બસની સુરક્ષા સાથે ચેડા સમાન છે.

વધુમાં, સમિતિએ ડેપો મેનેજરો દ્વારા કંડક્‍ટરોને ફરિયાદ બુક ન આપવા અને ઓનલાઈન ફરિયાદ કરવાનો આગ્રહ રાખવા અંગે પણ સવાલ ઉઠાવ્‍યો છે. મુસાફરોની ફરિયાદો અને સૂચનો માટે કોઈ ટોલ-ફ્રી નંબર પણ જાહેર કરાયો નથી, જેના કારણે મુસાફરોને મુશ્‍કેલી પડે છે.

આ સમસ્‍યાઓ નિવારવા માટે, ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ મુસાફરો માટે હેલ્‍પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ જાહેર કર્યો છે, જેના પર મુસાફરો પુરાવા સાથે તેમની ફરિયાદો નોંધાવી શકે છે.

(4:12 PM IST)