<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

તેરા તુજકો અર્પણઃ ગુમ થયેલા રૂ. ૪.૧૪ લાખના મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત કરતી પોલીસ

યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એચ. એન. પટેલની રાહબરી હેઠળ કામગીરી

રાજકોટઃ ‘તેરા તુજકો અર્પણ' અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્‍તારોમાંથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કરવા માટે પોલીસ કમિશ્‍નરશ્રી બ્રજેશ ઝા તથા જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર મહેન્‍દ્ર વાગડીયાની સૂચનાથી ડીસીપી રાકેશ દેસાઇ તથા એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના પી.આઇ. એચ. એન. પટેલ તથા એ.એસ.આઇ. સંજયભાઇ ઠાકર અને કોન્‍સ. મોહિતભાઇ જાદવ સહિતે સીઇઆઇઆર પોર્ટલની મદદથી ટકનીકલ એનાલીસીસ કરી ૧૮ અરજદારોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી રૂા. ૪.૧૪ લાખની કિંમતના અલગ-અલગ ૧૮ મોબાઇલ ફોન અરજદારોને પરત કર્યા હતા.

(2:40 PM IST)