<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજકોટમાં સન્‍ડે ઓન સાયકલઃ રપ૦ સાયકલીસ્‍ટો જોડાયા

સાયકલ મારી સરરરર જાઈ, ટીન ટીન ટોકરી વગાડતી જાઈ મનપા જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસના સંયુક્‍ત ઉપક્રમે આયોજન

રાજકોટ : સમગ્ર દેશમાં હોકીના ખ્‍યાતનામ ખેલાડી ‘મેજર ધ્‍યાનચંદ'ના જન્‍મદિવસ તા.૨૯મી ઓગસ્‍ટને રાષ્‍ટ્રીય રમતની ટીમો અને દેશની રમત પરંપરાઓનું સન્‍માન કરવા માટે ‘નેશનલ સ્‍પોર્ટ્‍સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ ‘નેશનલ સ્‍પોર્ટ્‍સ ડે'ની ઉજવણી અંતર્ગત ‘ધ ફીટ ઇન્‍ડિયા મુવમેન્‍ટ', ‘સ્‍વસ્‍થ ગુજરાત મેદસ્‍વિતા મુક્‍ત મુક્‍ત ગુજરાત' અને ‘સ્‍પોર્ટ્‍સ અવેરનેસ સેલીબ્રેશન-૨૦૨૫' અભિયાન હેઠળ મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેર પોલીસના સંયુક્‍ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રાજકોટ ખાતે ‘સન્‍ડે ઓન સાયકલ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ફલેગ ઓફ બાન લેબ્‍સના ચેરમેન અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી સહિતના ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.   આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ, રિજીઓનલ મ્‍યુનિસિપલ કમિશનર મહેશ જાની, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, રમત વિકાસ અધિકારી રમા મદ્રા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકા વિસ્‍તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કૂલ ૨૫૦ થી વધુ સાયકલીસ્‍ટો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવો અને સાયકલીસ્‍ટોનું શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ, પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે સ્‍વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ ઝંડી આપી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને કાર્યક્રમના અંતે આભાર વિધિ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ કરી હતી.(૬.૧૬)

(2:13 PM IST)