તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
રાઘવ અસ્મિતા રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના
સમાજનું આર્થિકસ્તર કંઈ રીતે ઉંચુ લાવવું તે માટે કાર્યરત રહેશે, સભ્ય નોંધણી ચાલુ

રાજકોટઃ રઘુવંશી સમાજની એકતા, અખંડતા અને સમાજની ઉન્નતી માટે રઘુવંશી સમાજની સંસ્થા રાઘવ અસ્મિતા રાષ્ટ્રીય સંગઠનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્ેશ સમાજની સમાજમા એકતા જળવાય રહે અને સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે તેના ઉપર કાર્ય કરી રહી છે સાથે સમાજનું આર્થિક સ્તર કઈ રીતે ઉંચું લાવી સમાજના પૈસા સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેના ઉપર કાર્ય કરશે તેમજ રુવંશીઓને આગળ લાવવા માટે સંસ્થા દ્વારા તાલીમ અને સહકાર આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
જેમાં બહેનો અને દીકરીઓને સ્વ રક્ષણ માટે તાલીમ, અભ્યાસમાં મદદ સાથે કોઈ ક્ષેત્રમાં કોઈ રઘુવંશી સમાજના દિકરા દિકરી નિપુણ હશે તો એને સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવશે. તેમ પણ જણાવાયુ છે. સંસ્થા દ્વારા દરેક શહેર, જિલ્લા, તાલુકો અને રાજ્યોમાં એ ટીમ બનાવવામાં આવશે અને તમામ ને સંસ્થાનું એક ઓળખપત્ર આપવામાં આવશે. એ ટીમમાં અલગ અલગ સેલની રચના કરવા આવશે. સાથે વ્યવસાય અથવા સેવા સાથે સંકળાયેલ ઓળખપત્ર આપવામાં આવશે. એ ટીમમાં અલગ અલગ સેલની રચના કરવા આવશે સાથે વ્યવસાય અથવા સેવા સાથે સંકળાયેલ તમામની નોંધણી કરી એક ડેટા બનાવવામાં આવશે. એક રઘુવંશી બીજા રઘુવંશી પાસે જઈ ખરીદી અથવા સેવા લેવા જઈ શકે અને અન્ય કરતા થોડો ફાયદો મેળવી શકે જેથી ખરીદના અને વેચનાર બને ને ફાયદો થશે.
આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ધર્મેશભાઈ સોમમાણેક (૮૪૬૦૦ ૦૦૩૦૨), સહ અધ્યક્ષ તરીકે હિતેન્દ્રભાઇ વડેરા, રાજકોટ શહેર લગ્ન વિષયક સેલના પ્રમુખ તરીકે પૂજાબેન ગણાત્રા, રાજકોટ શહેર ચાર્ટર્ડ અકાઉન્ટ સેલના પ્રમુખ તરીકે જયેશ કારીયા, રાજકોટ શહેર શૈક્ષણિક સેલના પ્રમુખ તરીકે અજયભાઈ રાજાની (અક્ષર સ્કૂલ), ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભોજાણી, રાજકોટ શહેર લીગલ સેલના પ્રમુખ પદે ધારાબેન પંડિત, રાજકોટ શહેર રાજકીય સેલના પ્રમુખ પદે ધ્રુવભાઈ રાજા, રાજકોટ શહેર રાજકીય સેલના ઉપપ્રમુખ પદે સુનિલ ખાલપાડા, રાજકોટ જિલ્લા રોજગાર સેલના પ્રમુખ પદે અભિષેકભાઈ કારીયા, રાજકોટ ગ્રામ્ય વિકાસ સેલના પ્રમુખ તરીકે મિતેશભાઈ અનડકટ, અમદાવાદ શહેર મીડિયા સેલના પ્રમુખ તરીકે હિતેષભાઈ પૂજારા, જામજોધપુર રાજકીય સેલના પ્રમુખ પદે નિકેશભાઈ પાબારી, પોરબંદર શહેર પ્રમુખ તરીકે યોગેશભાઈ પોપટ, ઉના શહેર પ્રમુખ તરીકે પ્રતીકભાઈ મોઝરીયા અને કચછ જિલ્લાના પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ ઠક્કર સેવા આપી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:54 PM IST)










