<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કોઠારીયા નેશનલ હાઈ-વે ઉપર ઓવરબ્રિજ તથા અંડર બ્રિજ બનશેઃ રામભાઇ મોકરીયા

કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી નિતીન ગડકારીને સફળ રજૂઆત કરતા રાજયસભાના સાંસદ

રાજકોટઃ તા.ર, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ રાજકોટ શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ ઉપર બોલબાલા માર્ગથી કોઠારીયા ગામ તરફ નવોઓવરબ્રિજ બનાવવો તથા નેશનલ હાઈવે પર કોઠારીયા ચોકડી થી કોઠારીયા ગામ તરફ જવા માટે હયાતઅંડરપાસ પહોળો કરવો તેમ જ રાજકોટ મીરા ઉદ્યોગ નગર તરફથી રામવન તરફ જવા માટે ઓવરબ્રિજ બનાવીઆપવા બાબતે રજૂઆત કરતાં કોઠારીયાગામ તરફ નવો ઓવરબ્રિજ બનાવવા તેમજકોઠારીયા ચોકડી થી કોઠારીયા ગામ તરફ જવા માટે હયાત અંડરપાસ પહોળો કરવો તેમ જ રાજકોટ મીરા ઉદ્યોગ નગર તરફથીરામવન તરફ જવા માટે ઓવરબ્રિજ બનાવી આપવા બાબતે માનનીય કેન્‍દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરી એ મંજૂરીઆપી દીધી છે.

આ નેશનલ હાઈવે ની બંને સાઈડમાં સર્વિસ રોડ આવેલો છે. આ રોડની આજુબાજુમાં શાપર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા આવેલો હોવાથી આ સર્વીસ રોડ ઉપર વાહનોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહે છે.જેથી આ સર્વિસ રોડ ભારે વાહનોને કારણે તૂટી જાય છે,ખરાબ થઈ જાય છે. લોકોને અવર-જવરમાં ખૂબ જ મુશ્‍કેલી ઊભી થાય છે. તેમજ અવારનવાર નાનામોટા અકસ્‍માતો બને છે .જેથી આ સર્વિસ રોડ(ભ્‍મ્‍ઘ્‍) સિમેન્‍ટ કોન્‍ક્રીટનો બનાવવો જરૂરી છે.જેથી સરકારશ્રીને નાણાકીય બચત થાય. આ બાબતે   કેન્‍દ્રીય કેબિનેટમંત્રી  નિતીન ગડકરી ને રજૂઆત કરતા તેઓએ રજૂઆતને માન્‍ય રાખી છે. રોડની બંને બાજુ (ભ્‍મ્‍ઘ્‍) સિમેન્‍ટ કોન્‍ક્રીટ રોડ,બનાવવા માટે હકારાત્‍મક વલણ દાખવેલ છે.જે બદલ સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા એ માનનીયકેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી નીતિન ગડકરીજી નો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:06 PM IST)