<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મોદક- મોતીચુર લાડુના વધુ ૬ નમુના લેવાયા

શિવશકિત ગૃહ ઉદ્યોગ, ખેતેશ્‍વર સ્‍વીટ, ઘનશ્‍યામ ડેરી ફાર્મ, નીવ એન્‍ટરપ્રાઇઝ : ફુડ શાખા દ્વારા સેમ્‍પલ લઇ પૃથ્‍થકકરણ માટે મોકલાયા : શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ ખાતેના થાલીવાલામાંથી વાસી અખાદ્ય પનીર ચીલી, ગ્રેવી, શાકભાજી સહિત ૬ કિલોનો નાશ

રાજકોટ તા.રઃ દેશભરમાં ગણેશ મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે, ત્‍યારે રાજકોટમાં પણ ભકિતભાવથી ગજાનની ઠેર-ઠેર સ્‍થાપના કરવામાં આવી છે. જેથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્‍સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતી મીઠાઇના ઉત્‍પાદક એકમોની હાઈજેનિક કન્‍ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ પ્રસાદ તરીકે વેચાણ થતી મીઠાઇના કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ.

મોદક, મોતીચુર લાડુના ૬ નમુના લેવાયા

મોતીચૂર લાડુ (મીઠાઇ-લુઝ): શિવશક્‍તિ ગળહ ઉદ્યોગ, ન્‍યુ સૂર્યોદય સોસાયટી શેરી નં.૦૫, નડોદાનગર કોર્નર, કોઠારીયા રોડ, મોતીચૂર લાડુ (મીઠાઇ-લુઝ) શિવશક્‍તિ ગળહ ઉદ્યોગ, નવરંગપરા, ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન પાછળ, પોસ્‍ટલ કોલોની, મોતીચૂર લાડુ (લુઝ) ખેતેશ્વર સ્‍વીટ, સુભાષનગર મેઇન રોડ, નંદા હોલ પાછળ, કોઠારીયા રોડ, મોદક લાડુ (ચોકલેટ ફલેવર- લુઝ) ઘનશ્‍યામ ડેરી ફાર્મ, માધવ પાર્ક મેઇન રોડ, ગોવર્ધન ચોક પાસે, ૧૫૦ઁ રિંગ રોડ, મવડી, ચોકલેટ મોદક લાડુ (લુઝ) નીવ એન્‍ટરપ્રાઇઝ, અનંતભૂમી કોમ્‍પ્‍લેક્ષ, પુનિત ૮૦ઁ રોડ, મવડી તથા મોદક લાડુ- ગુલકંદ ફલેવર (લુઝ): સ્‍થળ -ઘનશ્‍યામ ડેરી ફાર્મ, ઓપેરા હાઉસ, ગોવિંદરત્‍ન ગ્રીન સીટી, ૮૦ઁ રોડ, મવડી, ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન રામાપીર ચોક, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘થાલીવાલા'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પનીર ચીલી, પનીર ચિલીની ગ્રેવી, પંજાબી ગ્રેવી, બાફેલા શાકભાજી વગેરે પ્રિપેર્ડ ખાદ્યચીજો મળીને કુલ ૦૬ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન પુનિત પાર્ક, અમર જ્‍યોત કોમ્‍પ્‍લેક્ષ, પુનિતનગર, ૮૦ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘ખોડલધામ ફાસ્‍ટફૂડ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

 ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના આત્‍મીય કોલેજ સામે- કાલાવડ રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં જય દ્વારકાધીશ ભૂંગળા બટેટા , ગાયત્રી ડેરી યુનિટ, DELLCIOUS WAFFLE CO  તથા ભગવતી દાળ પકવાનને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૨.૨૩)

 

 

 

 

(3:01 PM IST)