<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સીંગતેલમાં ૧પ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., રઃ સીંગતેલના ભાવો સતત તૂટયા બાદ આજે ફરી ઉછાળો જોવા મળ્‍યો હતો. સીંગતેલ ડબ્‍બે ૧પ રૂા.નો ભાવવધારો થયો હતો.

સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં નીચા મથાળે લેવાલી નિકળતા આજે ૧પ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)નો ભાવ ૧૩રપ રૂા. હતા તે વધીને ૧૩૪૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૧૦ થી ર૩૬૦ રૂા. હતા તે વધીને ર૩રપ થી ર૩૭પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂા. વધ્‍યા હતા. કપાસીયા ટીનના ભાવ રરપ૦ થી ર૩૦૦ રૂા. હતા તે વધીને રરપપ થી ર૩૦પ રૂા. થયા હતા. (૪.૧૧)

 

 

 

(3:01 PM IST)