<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

હાઉ...હાઉ...: છેલ્લા ૮ માસમાં ૧૧૨૯૨ લોકોને કૂતરા કરડયા

શ્વાનની સંખ્‍યા વધતા રસીકરણની કામગીરી ઉપર ઉઠતા સવાલો શહેરમાં ડોગબાઇટના કેસમાં ભારે ઉછાળોઃ મનપાના આરોગ્‍ય કેન્‍દ્ર તથા સરકારી હોસ્‍પીટલમાં નાગરિકોએ લીધી સારવાર

રાજકોટ તા.૨: મનપા દ્વારા શ્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. વિસ્‍ફોટક જોવા મળી રહી છે. તેમજ રખડતા કુતરાઓ કરડવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શ્વાન વ્‍યંધિકરણ તેમજ રસીકરણ સહિતના કામના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા ૮ માસ દરમિયાન ડોગબાઇટના કેસની વિગત જાહેર કરવામાં આવી છે. છેલ્લા ૮ માસ દરમિયાન ૧૧૨૯૨ લોકોને અલગ અલગ વિસ્‍તારમાં કુતરા કરડ્‍યા હોવાના અને આ લોકોએ સરકારી તેમજ મનપાના આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. મહાપાલિકાના પ્રાણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ  એજન્‍સી મારફતે શ્વાનના વ્‍યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ સહિતની કામગીરી આખુ વર્ષ ચાલુ રાખવામાં આવી રહી છે. છતાં શ્વાનની સંખ્‍યામાં સતત વધારો જોવા મળી રહ્યા છે. અને કુતરા કરડવાના બનાવો પણ યથાવત રહ્યા છે. વિવિધ વિસ્‍તારોમાં રખડતા કુતરાઓ પૈકી અમૂક શ્વાન હિસંક બની જાય ત્‍યારે લોકો તેનો ભોગ બનતા હોય છે. જેનુ મુખ્‍ય કારણ લોકો દ્વારા શેરી કુતરાઓને આપવામાં આવતો ખોરાક હોય છે. તેવી જ રીતે વિસ્‍તારમાં એક માત્ર હોય તેવા કુતરાઓ પણ હિંસક બની જાવાના દાખલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો દ્વારા શ્વાનને હડફેટે લેવામાં આવે જેમા ખાસ કરીને નાના ગલુડીયાઓના મોત નીપજતા હોય છે. આ બનાવના લીધે પણ શ્વાન હિંસક બની જાય છે. વાહન ચાલકો પાછળ દોડતા હોવાનુ જોવા મળી રહ્યુ છે.

  છેલ્લા ૮ માસ દરમિયાન અલગ અલગ વિસ્‍તારોમાં કુતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળ્‍યો છે. ૮ માસ દરમિયાન ૧૧૨૯૨ લોકોએ શ્વાન કરડવાના કારણે સારવાર લીધી હોવાનુ મહાનગરપાલિકાના આરોગ્‍ય કેન્‍દ્ર તથા સરકારી દવાખાના અને પ્રાઇવેટ હોસ્‍પિટલોના રીપોર્ટ ઉપરથી જાણવા મળેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના  વ્‍યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા શહેરની બહાર ખાસ શ્વાન કેન્‍દ્ર તૈયાર કરવામાં આવ્‍યુ છે. જેમાં ફરિયાદો આવ્‍યે પકડવામાં આવેલા હિસંક શ્વાનને કેન્‍દ્રમાં રાખી ટ્રેન કરવામાં આવે છે. ત્‍યારબાદ આ શ્વાને જે સ્‍થળેથી ઉપાડવામાં આવ્‍યો હોય તે સ્‍થળે પરત મૂકી દેવામાં આવે છે. જેના લીધે હિંસક શ્વાનની સંખ્‍યામાં ઘટાડો જોવા મળ્‍ય છે.

પરંતુ ખસીકરણની કામગીરી વ્‍યવસ્‍થિત ન હોવાથી દર વર્ષે શ્વાનની સંખ્‍યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે શહેરમાં ૧૦,૦૦૦થી વધુ લોકોને કુતરાઓ કરડતા હોવાથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે સધન કામગીરી કરવામાં આવે તેવુ લોકો ઇચ્‍છી રહ્યા છે.

 

કુતરા કરડવાની છેલ્લા આઠ માસની વિગત

જાન્‍યુઆરી ૧૬૪૪

ફ્રેબુઆરી    ૧૩૬૩

માર્ચ                ૧૩૭૭

એપ્રિલ              ૧૩૮૬

મે           ૧૩૮૭

જૂન                 ૧૩૦૨

જુલાઇ              ૧૪૭૫

ઓગષ્ટ             ૧૩૫૮

કુલ         ૧૧૨૯૨

(3:22 PM IST)