<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મનપામાં ૧ ડેપ્‍યુટી કમિશનરની જગ્‍યા માટે ૭ મુરતીયા સીટી ઇજનેરના નામ ફાઇનલઃ આગામી બોર્ડમાં દરખાસ્‍ત

વધુ ર ડે. કમિશનર, ૮ આસી. કમિશનરનું માર્ચ સુધીમાં સેટઅપ ઉભુ કરાશેઃ મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાના કાર્યકાળમાં સૌથી વધુ વર્ગ-૧ ના અધિકારીઓની જગ્‍યા ભરાઇ

રાજકોટ, તા. ર : મ્‍યુનિ. કોર્પોરેશનમાં વર્ગ-૧ માં ભરતીની મૌસમ શરૂ થઇ છે. કેમકે ૬-સીટી ઇજનેર, ૧-ડેપ્‍યુટી કમિશનર જ ભરતી પ્રક્રિયા બાદ વધુ ર-ડેપ્‍યુટી કમિશનર તથા ૮-આસી. કમિશનર સહિતનું મોટુ સેટઅપ માર્ચ સુધીમાં કરી દેવા મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીઆરપી પછી રાજીનામા વિખાઇ ગયેલા સેટઅપ વધુ મજબુત બનશે.

મનપામાં ૧-ડેપ્‍યુટી કમિશનરની ઇન હાઉસની ૧ જગ્‍યા માટે ૭ અરજી આવી છે. સીટી ઇજનેરના ઇન્‍ટરવ્‍યુ લેવાયા બાદ આગામી બોર્ડમાં દરખાસ્‍ત મોકલી દેવાશે.

મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ મનપામાં ઘણા સમયથી ખાલી પડેલ જગ્‍યાઓ ઉપરાંત ઝોન વાઇઝ  જવાબદારી માટે ડે. કમિશનર અને આસી. કમિશનર તથા સીટી ઇજનેર સહિતની જગ્‍યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાંચ ઇજનેરના ઇન્‍ટરવ્‍યું લેવાઇ ગયા છે. તેમજ એક ડે. કમિશનરની જગ્‍યા માટે સાત અરજીઓ આવીછ ે. તેના ઇન્‍ટરવ્‍યુ ગોઠવી આગામી બોર્ડમાં દરખાસ્‍ત મોકલવામાં આવશે. તેમજ થોડા સમય બાદ વધુ બે ડે. કમિશનરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે. માર્ચ માસ સુધીમાં છ ડે. કમિશનર અને આઠ આસી. કમિશનર તથા સીટી ઇજનેર સહિતનાનું સંપૂર્ણ સેટઅપ ગોઠવી દેવામાં આવશે જેના લીધે ટીઆરપી ગેમ ઝોન પછી રાજીનામા સહિતના મુદ્દે વિખાઇ ગયેલુ સેટએપ વધુ સ્‍ટોંગ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ ટાઉન પ્‍લાનીંગ ઓફીસરની ભરતી કરાવી હતી. મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાના કાર્યકાળમાં વર્ગ-૧ ના  સૌથી વધુ અધિકારીઓની ખાલી જગ્‍યા  ભરાઇ છે. 

ડે. કમિશનર માટે ૭ દાવેદારો

મહાનગર પાલીકામાં ડે. કમિશનરની ઇનહાઉસ ભરતી માટે અરજી મંગાવવામાં આવેલ. ૩૦ ઓગષ્‍ટ સુધી મુદત પુર્ણ થતા સાત અધિકારીઓએ ડીએમસી બનવા માટે અરજી કરી છે. જેમાં હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીગ ગામેતી, મનીષ વોરા, કાશ્‍મીરા વાઢેર, વિપુલ ધોણીયા અને એચ.પી.રૂપારેલીયા સહિતનાએ અરજી કરેલ છે.  તેવી જ રીતે ઇજનેરની ભરતી માટે ઇન્‍ટરવ્‍યુ સહીતની કાર્યવાહી કર્યા બાદ નામ ફાઇનલ કરવામાં આવ્‍યા છે અને આ નામનુ લીસ્‍ટ ઓફીસર સીલેકશન કમીટી સમક્ષ મુકવામાં આવશે ત્‍યાર બાદ આગામી જનરલ બોર્ડમાં દરખાસ્‍ત મોકલી દેવાશે.

(4:05 PM IST)