તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
ધાર્મિક બાંધકામો હટાવવા શહેરભરમાં નોટીસઃ હાથીખાનામાં સ્થાનીકોમાં રોષઃ ભારે વિરોધ


રાજકોટ : હાઇકોર્ટ દ્વારા રાજયભરમાં નડતર રૂપ તથા અનઅધિકૃત ધાર્મિક બાંધકામો તોડી પાડવા તમામ નગરપાલીકા-મહાનગરપાલીકાઓને આદેશ આપ્યા છે. જે અંતર્ગત ફરી એક વખત સરકારેઅ ાવા બાંધકામો દૂર કરવા જણાવતા મનપા દ્વારા નોટીસો ઇસ્યુ કરવામાં આવી છે. રાજકોટમાં કુલ ૧૮૬પ જેટલા ધાર્મિક દબાણો છે. શહેરના ત્રણેય ઝોનમાં કાર્યવાહી ચાલુ છે. સેન્ટ્રલમાં ૬૦ નોટીસો આપવામાં આવી છે, ત્યારે આ ઝોનના હાથીખાના વિસ્તારમાં હનુમાનજીની દેરી ઉપર નોટીસ મારતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનીકોએ વિરોધ કરતા જણાવેલ કે, આ દેરી આજકાલની નહી પણ દાયકાઓથી છે. જે તોડી પાડવા માટે કોઇ પગલા લેવાશે તે મંજુર ન હોવાનું પણ જણાવ્યું હતું.
(3:43 PM IST)










