તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
રૈયા રોડ કનૈયા ચોકમાં તેજસ ડાંગરને છરી ભોંકી દેનાર જુનેદ ઉર્ફ રીયાઝે ઘટના સ્થળે હાથ જોડયા
રીકન્સ્ટ્રકશનની કામગીરી નિહાળવા લોકો ઉમટયાઃ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ જાડેજા, ડી. સ્ટાફની ટીમ દ્વારા આરોપીની આકરી પુછતાછ

રાજકોટઃ શહેરના રૈયા રોડ કનૈયા ચોક પાસે શિવ શક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે શિવપરાના ૧૮ વર્ષના આહિર યુવાન તેજસ વિનુભાઇ ડાંગર પર ઘર નજીક શિવ શક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે હતો પાંચ જણાએ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેજસના પિતા વિનુભાઇની નજર સામે જ એક શખ્સે છરી ભોંકી દેતાં હાથો હાથમાં રહી ગયો હતો અને છરી સાથળમાં ખુંચેલી રહી જતાં એ હાલતમાં જ હોસ્પિટલે ખસેડાયો હતો. આ મામલે મહાવ્યથા, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે જુનેદ ઉર્ફ રીયાઝ રઝાકભાઇ દેહલુસ (ઉ.વ.૨૧-રહે. રૈયા રોડ, કનૈયા ચોક, શિવપરા-૫) તથા ચાર સગીર આરોપીઓની ધરપકડ કરી હતી. સગીરોને બાળ અદાલતમાં રજૂ કરી દેવાયા હતાં. જ્યારે જુનેદ ઉર્ફ રીયાઝને આજે બપોરે ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ વખતે જુનેદ હાથ જોડી ગયો હતો. કઇ રીતે કયા સ્થળે શું થયું? કોણે કોણે મારકુટ કરી, કોણે છરી ઝીંકી તે સહિતની બાબતોનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ કામગીરી જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ જાડેજા, ડી. સ્ટાફની ટીમે આ કામગીરી કરી હતી. જેના દ્રશ્યો જોઇ શકાય છે. ઉલ્લેખનિય છે કે તેજસે ઘટનાના બે દિવસ પહેલા પોતાના જ મુસ્લિમ મિત્રની મસ્તી કરી હોઇ તેનું તેને ખોટુ લાગ્યું હતું. આ પછી તે મિત્ર સાથે આ અંગે વાત કરવા જતાં બોલાચાલી થઇ હતી અને મિત્ર સહિતના પાંચ જણાએ મળી હુમલો કર્યો હતો. જેમાં તેજસને ગંભીર ઇજા થઇ હતી. માથાકુટ કરનારામાં ચાર સગીર હતાં તે પણ મુસ્લિમ પરિવારના હતાં. આ ચારેયને બાળ અદાલતમાં મોકલી દેવામાં આવ્યા હતાં. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:58 PM IST)










