<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

‘બે તાળી' : બાળકો અને વાલીઓ માટે ૧૪મીએ પ્રી-નવરાત્રી ગરબા મહોત્‍સવ : સરાજાનું મેદાન ધમધમશે

રાજકોટ તા. ૩ : નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્‍યારે બાળકો અને તેમના વાલીઓ માટે આગામી તા. ૧૪ ના સરાજા પાર્ટી લોન ખાતે ‘પ્રી-નવરાત્રી ગરબા મહોત્‍સવ'નું એક દિવસીય દમદાર આયોજન થયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ‘બે તાળી' શીર્ષકથી આયોજીત આ અર્વાચીન રાસોત્‍સવમાં ર થી ૪, પ થી ૭ અને ૮ થી ૧૨ એમ ઉંમર પ્રમાણેના અલગ અલગ ગ્રુપમાં બાળકોને રમાડવામાં આવશે. બાળકોને ધ્‍યાને લઇ ખાસ સાઉન્‍ડ ડેસિબલ ચેક પર ફોકસ કરાશે. જેથી બાળકોને સાઉન્‍ડથી ખલેલ ન પહોંચે.

બાય કીડસ, થ્રુ કિડસ, ફોર કીડસ ટેગ લાઇનને ધ્‍યાને લઇ મ્‍યુઝિકથી લઇ ગાયન સુધીના આયોજનો પણ બાળકો જ સંભાળશે. રમશે પણ બાળકો. સાથે વાલીઓને મર્યાદીત પ્રવેશ હશે.

૧૨ થી વધુ રમુજી જ્ઞાનસભર એકટીવીટી પણ કરાવવામાં આવશે. જેથી બાળકો રમતા રમતા જ્ઞાન પણ મેળવે.

નવરાત્રી દરમિયાન તો ઘણા આયોજનો થતા હોય છે. પરંતુ એ પૂર્વે જ શાંત વાતાવરણમાં બાળકો નવરાત્રી મહોત્‍સવની મજા લઇ શકે તે હેતુથી સરાજા પાર્ટી લોન, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા. ૧૪ ના રવિવારે સાંજે ૫.૩૦ થી રાત્રે ૯ સુધી આ આયોજન કરાયુ છે.

નામ નોંધાવવા ઓલ ઇવેન્‍ટ નામની એપ્‍લીકેશન પર મુલાકાત લેવા અથવા મો.૭૨૧૧૧ ૫૫૧૧૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સરાજાના ઓનર શ્રી કુશલ અનડકટ અને સાથે ડોલીશા મેનેજીસ, સુહાની શાહ, ડોલી માણેક, ફોરમ ધુલીયા, કાજલ અગ્રાવત વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:23 PM IST)