News of Wednesday, 3rd September 2025
મોલના કર્મચારીઓ માટે મહિલા પોલીસની ‘શી' ટીમ દ્વારા અવરેનેસ કેમ્પ યોજાયો

રાજકોટઃ કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ મોલના સ્ટાફ માટે અવેરનેસ કેમ્પ મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા યોજાયો હતો. જેમાં સાયબર ક્રાઇમ, શી ટીમ, જનરક્ષક ૧૧૨, મહિલા હેલ્પલાઇન ૧૮૧, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ સહિતની વિસ્તૃત માહિતી કર્મચારીઓને અપાઇ હતી. તેમજ મહિલા કર્મચારીઓને આગામી નવરાત્રીના દિવસોમાં શું શું તકેદારી રાખવી તેની સમજ અપાઇહતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના અને એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એમ. એચ. ભાટીની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી, કુંજબેન રાણાભાઇ, ૧૮૧ના કાઉન્સીલર રીનાબેન, કોન્સ. રોઝીબાનુ દ્વારા આ કેમ્પ યોજાયો હતો.
(2:26 PM IST)










