News of Wednesday, 3rd September 2025
મારામારી અને ધમકીના ગુનામાં બે વર્ષથી ફરાર રાહુલ સોલંકી પકડાયો
નાસતા ફરતા સ્ક્વોડ ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે શોધી યુનિવર્સિટી પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૩: શહેરના યુનિવર્સિટી પોલીસના મારામારી અને ખૂનની ધમકી આપવાના ગુનામાં ફરાર રાહુલ મનોજભાઇ સોલંકી (રહે. વિશ્વનગર આવાસ યોજના ક્વાર્ટર ખીજડાવાળો રોડ)ને નાસતા ફરતા સ્ક્વોડ ઝોન-૨ ટીમે પકડી લીધો હતો.
રાહુલ વિરૂધ્ધ વર્ષ ૨૦૨૩માં યુનિવર્સિટી પોલીસમાં મારામારી, ધમકીનો ગુનો નોંધાયા પછી તે સતત ફરાર રહેતો હતો. બાતમીના આધારે તેને શોધી કાઢી યુનિવર્સિટી પોલીસને સોંપાયો છે. ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમિનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(2:51 PM IST)










