News of Wednesday, 3rd September 2025
જુનાગઢના પંકજને માધાપર પાસે સસરા-સાળાએ ધોકાથી ફટકાર્યો
પત્નિને રાજકોટ રોકાવાની ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૩: જુનાગઢમાં વડલી ચોક જોષીપરામાં રહેતાં પંકજ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૩૦) નામના દેવીપૂજક યુવાન પર રાજકોટના ગોવર્ધન ચોક માધાપર ગેઇટ પાસે તેના સરા ગટુભાઇ સામતભાઇ, સાળા વિપુલ, આકાશ સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ કરાયો છે. પંકજના કહેવા મુજબ તે દિકરાની દવા લેવા માટે પત્નિ કાજલ અને દિકરાને લઇ રાજકોટ આવ્યો હતો. બાદમાં પત્નિએ રાજકોટ માવતરે રોકાઇ જવું છે તેમ કહેતાં તેણે રોકાવાની ના પાડતાં સસરા-સાળાઓએ ઝઘડો કરી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
(2:57 PM IST)










