News of Wednesday, 3rd September 2025
સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ખોડીયારનગર ખાતે પરંપરાગત પ્રાચીન નવરાત્રીનું આયોજન
૩૬ દીકરીઓ ચારણી પરંપરા મુજબ ગરબે રમશે : દરરોજ લ્હાણી વિતરણ

રાજકોટ તા. ૩ : સમસ્ત ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા ખોડીયારનગર ખાતે આ વર્ષે પણ પરંપરાગત પ્રાચીન નવરાત્રીનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણ ગઢવી સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૩૭ વર્ષથી ખોડીયારનગર, ગોંડલરોડ ખાતે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ચારણ ગઢવી સમાજની ૩૬ દીકરીઓ ચારણી પરંપરા મુજબ પ્રાચીન ગરબા રજુ કરે છે.
પ્રાચીન સંસ્કૃતિનું જતન થાય અને માં જગદંબાની ઉપાસના અને આરાધના થાય તે હેતુથી ચારણ સમાજ દ્વારા સર્વે સાથે મળીને ભાવવંદના કરે છે.
નવે નવ દિવસ જુદા જુદા દાતાઓના સહયોગથી ગરબીની બાળાઓને લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવે છે.
મંડળના પ્રમુખ પ્રકાશભા કવલ, ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા, સંગઠન મંત્રી હમીરભા ગુઢડા, સહમંત્રી ભરતભા ગઢવી, નારૂભા ગઢવી, રવિરાજ ગઢવી, દેવરાજભા બળદા, કનુભા સાબા, કેસુભા મધુડા, રવીરાજભા ગોલ, હરેશભા વડગામા, રણજીતભા બળદા, કરશનભા બુદશી, કમલેશભા જેસળ, ભાવેશ ધીરૂભા ફુનડા, દેવરાજભા બાવડા, ચેતનભા ભાંસળીયા, કપીલભા ભાંસળીયા, નારૂભા ડી. ભાંસળીયા, ધનરાજભા દાંતી, જયેશભા ફુનડા, મુકેશભાઇ ફુનડા, નાગરૂભા બળદા, દિનેશભાઇ બળદા, ભાવેશભા બળદા, વિજયભા જેસળ, અજીતભા કવલ, હાર્દીકભા કવલ, હેમરાજભાઇ મધુડા, પ્રવિણભા મધુડા, દેવકરણભા મધુડા, યોગેશભા બાવડા, લાલુભા બાવડા, લાલુભા રતન, શાંતીભા રતન, લાલાભા વડગામા, ભાવેશ ઉમેદભા ફુનડા, મનોજભા ફુનડા, પ્રવિણભા બાવડા, મનુભા બાવડા, વજુભા બાવડા, દીપભા ભાંસળીયા, લાલાભા ઠાકરીયા, કિશોરભા ધનાભા ધાંધણીયા, હીરેનભા ધાંધણીયા, મુળુભા ધાંધણીયા, જયદેવભા પાલીયા, કનુભા પાલીયા, કેશુભા પાલીયા, રામભા બાવડા, નકુભા બાવડા, દીલુભા બાવડા, ધર્મેશ નાગૈયા, અરવિંદભા નાગૈયાા, મુકેશભા કવલ, કનુભા કવલ વગેરે ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
હાલ નવરાત્રી પ્રેકટીસ ચાલી રહી છે. સંગત દિલુભા હમીરભા રાબા આપી રહ્યા છે. વધુ માહીતી માટે પ્રકાશભા કવલ (મો.૯૩૨૮૪ ૬૮૯૦૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણ ગઢવી સમાજ પ્રેરીત ખોડીયાર ગરબી મંડળના આગેવાનો કાર્યકરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૪)
(3:25 PM IST)










