<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ગોંડલના ચકચારી અમિત ખુટ આપઘાત કેસમાં રાજદીપસિંહની આગોતરા જામીન અરજીની સુનાવણી પૂર્ણઃ ચુકાદા સંદર્ભે ઉતેજના

રાજકોટ તા ૩: ગોંડલ તાલુકાના રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં રાજદિપસિંહ અને પિતા અનિરૂધ્‍ધસિંહ મહીપતસિંહ જાડેજા સહિત બંનેની સેશન્‍સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ રાજદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટનું શરણું લેતા આગોતરા જામીન અરજીની સુનાવણી પૂર્ણ થતા હવે ગમે ત્‍યારે આગોતરા જામીન અરજીનો ચુકાદો આવે તેવી સંભાવના છે.

વધુ વિગત મુજબ રીબડાનાં અમિત ખુંટ સામે રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા દુષ્‍કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્‍યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂધ્‍ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્‍યા હોય જે તમામ વિરુધ્‍ધ ગોંડલ તાલુકા પોલીસમા આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.તપાસમા જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્‍યુ હતુ. આ ઘટનામા અનિરૂધ્‍ધસિંહ જાડેજા અને પુત્ર રાજદિપસિંહના સેશન્‍સ કોર્ટમા આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી. બાદ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ સેશન્‍સ કોર્ટના હુકમથી નારાજ થઈ  હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

 આ જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં મળતકે આરોપીઓ સામે અવાજ ઉઠાવ્‍યો એટલે, તેને દુષ્‍કર્મ અને પોક્‍સોના ખોટા કેસમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરળપે ફસાવી દવામાં આવ્‍યો હતો. ચાર્જશીટ મુજબ,  અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ. જૂનાગઢવાળા રહીમ મકરાણીનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલો આરોપીએ રહીમ મકરાણીનો ડ્રાઈવર છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની સાથે રહીમ મકરાણી અને અતા ઉલા પણ ભાગેડુ છે.આરોપી રાજદીપસિંહ સહિતના આરોપીઓના ગુનાહિત કળત્‍યનો પર્દાફાશ મળતકના હાથે લખાયેલી સ્‍યુસાઈટ નોટમાં થઇ જાય છે, જે પરથી આરોપીઓ વિરૂધ્‍ધ ખૂબ જ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો બનતો હોઈ તેમ જ કેસની તપાસ  ચાલુ હોઈ આરોપીને આ તબક્કો કોઈપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે આરોપી રાજદીપસિંહના આગોતરા જામીન પરનો ફેંસલો અનામત રાખ્‍યો હતો.

(3:48 PM IST)