તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th September 2025
બરકતીનગરમાં રાકેશ પર આશીફ-અલીની ટોળકીનો સશષા હુમલોઃ હાથ-પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ
કોઠારીયા સોલવન્ટમાં વીસેક દિવસ પહેલા નાના ભાઇ રવિએ પડોશી આશીફના સગા અલીના ૩ વર્ષના દિકરાને ઠપકો આપ્યો હોઇ ખાર રાખી કાવત્રુ ઘડી રવિના મોટા ભાઇ રાકેશને તે પત્નિ માટે દવા લેવા જતો'તો ત્યારે ઘેરી લઇ ઘા કર્યાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો :આશીફ અંસારી, અલી, આશીફના ભાઇઓ જુનેદ, અશરફ અને પાંચ અજાણ્યા સામે ગુનોઃ કાર-બૂલેટ પર આવી તૂટી પડયા

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતો રાકેશ કુશવાહા પત્નિ બિમાર હોઇ ઘરેથી ચાલીને દવા લેવા જતો હતો ત્યારે વિસ્તારના આશીફ સહિતના નવેક જણાએ કાર, બૂલેટ પર આવી તેને આંતરી ‘આજે તો પતાવી જ દેવો છે, નિકાલ કરી નાંખવો છે' કહી છરી-ધોકા-પાઇપના ઘા મારી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હુમલામાં તેના બંને હાથ-બંને પગ પણ ભાંગી ગયા છે. રાકેશના નાના ભાઇ રવિએ વીસેક દિવસ પહેલા આશીફના સગા અલીના ત્રણ વર્ષના દિકરાને તે તોફાન કરતો હોઇ ઠપકો આપ્યો હોઇ ખાર રાખી રવિને બદલે તેના ભાઇ રાકેશ પર હુમલો કર્યો હતો.
બરકતીનગરમાં રહેતાં રાકેશ રામકેદાર કુશવાહા (ઉ.વ.૨૫)ને સાંજે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અને તેણે હુમલો થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ સુંદરમ્ સ્કૂલ પાસે બરકતીનગર-૪માં રહેતાં ગંભીર ઇજા પામનાર રાકેશના નાના ભાઇ રાજન રામકેદારભાઇ કુશવાહા (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી આશીફ અંસારી, આશીફનો ભાઇ જુનેદ, બીજો ભાઇઅશરફ અને આશીફનો સંબંધી અલી તથા અજાણ્યા પાંચ શખ્સો સામે કાવત્રુ ઘડી ગેરકાયદે મંડળી રચી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.
રાજન કુશવાહા મુળ યુપીના કુશીનગર જીલ્લાના તમકુઇ તાબેના અમવા મહંત ગામનો વતની છે અને વર્ષોથી બરકતીનગરમાં રહે છે. તે છુટક મજૂરી કરે છે. રાજને જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. મારી સાથે પિતા રામકેદારભાઇ, માતા ઇન્દ્રાવતીબેન, બહેનો, ભાઇઓ રહે છે. બુધવારે મારે કારખાનામાં રજા હોઇ હું ઘરે હતો. મારા વચેટ ભાઇ રવિના મિત્ર આશીફ કે જે અમારા વિસ્તારમાં જ રહે છે તેની સાથે ક્યારેક ભેગા થવાનો મારે સંબંધ છે. વસીેક દિવસ પહેલા આસીફના સગા અલીનો ૩ વર્ષનો દિકરો તોફાન કરતો હોઇ જેથી તેને મારો ભાઇ રવિ ખીજાયો હતો. આ કારણે આશીફ, અલી અને તેના ભાઇઓ સાથે અમારે બોલાચાલી થઇ હતી. મનદુઃખ ચાલતું હોઇ આશીફ ગઇકાલે બૂલેટ લઇને અમારા ઘર પાસે બે ત્રણ ચક્કર મારી ગયો હતો.
દરમિયાન બુધવારે સાંજે સાડા છએક વાગ્યે મારા ભાભી ગુડીયાબેનની તબિયત સારી ન હોઇ જેથી મારા મોટા ભાઇ રાકેશ કુશવાહા (ઉ.વ.૨૫) અમારા ઘરેથી ચાલીને તેના પત્નિ ગુડીયા માટે દવા લેવા જવા નીકળ્યા હતાં. તે ઘર નજીક સુંદરમ્ સ્કૂલના ગેઇટ પાસે પહોંચેલ ત્યારે હું મારા ઘરની મેડીના પગથીયા ચડતો હતો. આ વખતે મારા ભાઇ નજીક લાલ રંગની કાર આવી હતી. તેમાંથી છ જણા ઉતર્યા હતાં. જ્યારે આશીફ બૂલેટ લઇને આવ્યો હતો અને તેણે છરી નેફામાં રાખી મારો ભાઇ ચાલીને જતો હતો તેના તરફ ગયો હતો. આ પછી આ બધાએ મંડળી રચીને મારા ભાઇ રાકેશ ઉપર છરી, લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. આશીફે મારા ભાઇ રાકેશના ગળા પર છરી રાખી આજે તો પતાવી જ દેવો છે, આજે તો આનો નિકાલ કરી દેવો છે કહી ઘા મારી દેતાં માથામાં ઇજા થઇ હતી.
બીજા શખ્સોએ પણ મારા ભાઇને પાઇપ, છરી, ધોકાથી માર મારવાનું ચાલુ કર્યુ હતું. હું બચાવવા માટે દોડતાં મારા તરફ ધોકાનો છુટો ઘા કર્યો હતો પરંતુ મને લાગ્યો નહોતો. બાદમાં મારા માતા, ભાઇ રવિ બધાને જાણ થતાં તે તથા બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને મારા ભાઇ રાકેશને છોડાવ્યો હતો. રાકેશને ગંભીર ઇજા થઇ હોઇ અને તે લોહીલુહાણ થઇ અર્ધબેભાન થઇ ગયો હોઇ અમે ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ડોક્ટરે તપાસ કરતાં મારા ભાઇને માથા ઉપર, કપાળે ઇજા થઇ હતી. જેમાં દસથી વધુ ટાંકા લીધા હતાં. તેમજ જમણો પગ, જમણા હાથ અને ડાબા પગમાં અને ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયાનું ડોક્ટરે જણાવ્યુ઼ હતું. અગાઉ મારા ભાઇ રવિએ આશીફના સગાના ત્રણ વર્ષના છોકરાને ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી મારા મોટા ભાઇ રાકેશ ઉપર આ શખ્સોએ કાવત્રુ ઘડી ટોળકી રચી તેને મારી નાખવાના ઇરાદે હુમલો કરી ગંભીર ઇજા પહોંૅચાડી હતી. તેમ વધુમાં રાજન કુશવાહાએ કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૮)
ટોળકીએ અગાઉ સમાધાન પેટે ૬૦ રૂપિયા હજાર પડાવ્યાનો આક્ષેપ
ઞ્જ હુમલામાં ગંભીર ઇજા પામનાર રાકેશના નાના ભાઇ રાજને આક્ષેપ સાથે કહ્યું હતું કે અગાઉ મારા ભાઇ રવિએ અલીના નાના બાળકને ઠપકો દીધો હોઇ માથાકુટ થઇ હતી. ત્યારે આ લોકોએ સમાધાન પેટે અમારી પાસેથી ૬૦ હજાર લીધા હતાં. આ પછી પણ ખાર રાખી મારા નિર્દોષ ભાઇના હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. આ આક્ષેપો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
(2:25 PM IST)










