તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
જંગલેશ્વરના જબીલભાઇ અને ઋષીપ્રસાદના અશોકભાઇના હૃદય બંધ પડતાં મૃત્યુ થયા

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોની જિંદગીની સફરનો અંત આવી ગયો છે. જેમાં જંગલેશ્વરમાં રહેતાં આધેડ તથા રણુજા મંદિર પાસે રહેતાં આધેડ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયા હતાં. બંનેના હૃદય બંધ પડી ગયાનું ખુલ્યું હતું.
જંગલેશ્વરમાં શેરી નં. ૪માં રહેતાં મુળ યુપીના જબીલભાઇ મહગુભાઇ ઇદરીશી (ઉ.વ.૪૮) રાતે દસેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તતેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં.
બીજા બનાવમાં રણુજા મંદિર પાસે લાપાસરી રોડ ઋષીપ્રસાદ સોસાયટી-૧માં રહેતાં અશોકભાઇ ઉમેશભાઇ વાઢેર (ઉ.વ.૪૭) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે પરિવારના એકનો એક આધાર હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર અને આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. બંનેના મૃત્યુ હાર્ટએટેકથી થયાનું જણાવાયું હતું.
ભગવતીપરાના લક્ષમણભાઇ ગઢવીનું બેભાન હાલતમાં મોત
ભગવતીપરા રિધ્ધી સિધ્ધી સોસાયટી-૫માં રહેતાં લક્ષમણભાઇ રણમલભાઇ ગઢવી (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. કેન્સરની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે છુટક કામ કરતાં હતાં. બી-ડિવીઝનના હેડકોન્સ. મેહુલભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી
(2:26 PM IST)










