<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર ભાવેશ ગાંધી પકડાયો

ભકિતનગર પોલીસના હેડ કોન્‍સ. કેતનભાઇ બોરીચા અને કોન્‍સ. વસંતભાઇ બાલાસરાની બાતમી

રાજકોટ તા. ૪ :.. નેગોસીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા શખ્‍સને ભકિતનગર પોલીસે જલારામ ચોક પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમીશનર શ્રી બ્રજેશ ઝાની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી. આઇ. એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. કેતનભાઇ બોરીચા તથા કોન્‍સ. વસંતભાઇ બાલાસરા સહિત આરોપીની શોધમાં હતાં. ત્‍યારે બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં છ મહિનાથી નાસતા ફરતા ભાવેશ સુર્યકાન્‍તભાઇ ગાંધી (રહે. વાણીયાવાડી શેરી નં. ર/રપ, ભકિતનગર સર્કલ પાસે)ને જલારામ ચોક પાસેથી પકડી લઇ કોર્ટ હવાલે કર્યો હતો. 

(2:45 PM IST)