<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ડી.આઇ- ડ્રેનેજના ખોદકામ બાદ ૩૧.૧૫ કરોડના ખર્ચે વિવિધ રસ્‍તાઓ થશે ચકાચક

શનીવારે મ્‍યુનિ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિગ કમિટી મળશેઃ ૨૩ દરખાસ્‍ત : વેસ્‍ટઝોનના વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨ના વિવિધ વિસ્‍તારમાં મેટલીંગ કામગીરી કરવા કાર્યવાહીઃ વગડ ચોકથી ટીલાળા ચોક સુધીનો રોડ સીમેન્‍ટથી મઢાશેઃ વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય

રાજકોટ તા.૪: શહેરના વિવિધ વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ પાઇપલાઇન કામગીરીમાં કચ્‍ચરઘાણ બનેલ રસ્‍તાઓ રીપેરીંગ, મેટલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો અન્‍વયુ વેસ્‍ટઝોનના ૬ વોર્ડમાં ૩૧.૧૫ કરોડના ખર્ચે રસ્‍તાઓ મેટલીંગ કરવા, વોર્ડ નં.૧૧માં વગડ ચોકથી ટીલાળા ચોક સી.સી. રોડ કરવા તથા વોર્ડ નં.૩ માધાપર ગામના સ્‍મશાનને ઇલેકટ્રીક સ્‍મશાન કરવા તથા આરોગ્‍ય તબીબી સહાય સહિતની રર દરખાસ્‍તોનો નિર્ણય આગામી તા.૬ના મળનાર સ્‍ટેન્‍ડિગ કમિટી મીટીંગમાં કરવામાં આવશે.

મ્‍યુનિ.કોર્પોરેશની સ્‍ટેન્‍ડિગ કમિટીની મીટીંગ તા.૬ના શનીવારે બપોરે ૧૨ કલાકે મનપા કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડિગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં સ્‍ટેન્‍ડિગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં સ્‍ટેન્‍ડિગ કમિટીની મીટીંગ યોજાશે. જેમાં વિવિધ વિકાસકામોની રર દરખાસ્‍તો અંગે નિર્ણય થશે. જેની ટુંકી વિગતો આ મુજબ છે.

વેસ્‍ટઝોનમાં મેટલીંગ

મહાનગરપાલિકા - વેસ્‍ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.-૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં વિસ્‍તારોનાં વિકાસ કામો માટે કેન્‍દ્ર સરકારની ગ્રાંટ, રાજય સરકારની ગ્રાંટ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની બજેટ જોગવાઇ અનુસારનાં કામો તેમજ હાલમાં વેસ્‍ટ ઝોન હેઠળના વિસ્‍તારોમાં ‘‘અમળત-૨.૦'' યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન તથા ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્કનાં નવાં તેમજ અપગ્રેડેશનનાં કામો પ્રગતિ હેઠળ છે. જે અન્‍વયેનાં રસ્‍તાઓનું રીસ્‍ટોરેશન તેમજ મેટલીંગની કામગીરી સમયસર પૂર્ણ થઇ શકે. તે માટે એન્‍યુઅલ રેઇટ કોન્‍ટ્રાકટ મુજબનું ટેન્‍ડર નીચેની વિગતોએ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ.

આ કામે એક વર્ષ માટે કુલ રૂા.૨૨,૩૫,૫૯,૧૮૮ ૪૮ કરોડ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ ્રુ જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૨૬,૩૮,૦૦,૦૦૦ નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે ૧૮-માસ માટે અંદાજે ૪૧૭૪૦૦ ચોરસ મીટરમાં રસ્‍તાઓને મેટલીંગ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામ માટે ૩ એજન્‍સીએ રસ દાખવ્‍યો હતો. એક ડિસકવોલીફાય થઇ હતી. બે પૈકી એલ-૧ના ૯.૧૮% ઓછા ભાવ આવેલ. જે મુજબ આ કામે ૧૮ માસ માટે રૂા.૩૧,૧૫,૭૩,૯૯૪ ખર્ચ થશે.

સી.સી. રોડ થશે

મહાનગરપાલિકાનાંવોર્ડ નં.-૧૧માં આવેલ વગડ ચોક થી ટીલાળા ચોક સુધી સી.સી. રોડ કરવાનાં કામે કુલ રૂા.૬,૫૧,૨૯,૬૧૬ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૭,૬૮,૫૩,૦૦૦નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે અંદાજે ૧૯૫૦૦.૦૦ ચોરસ મીટરમાં સી.સી. કરવાનાં કામો સમાવેશ કરવામાં આવેલ છે.

ટેન્‍ડર પ્રસિધ્‍ધ થતા ૯ એજન્‍સીએ રસ દાખવ્‍યો હતો. જેમાં એલ-૧ના ૧૨.૨૭ ટકા ઓછા ભાવ આવતા કુલ રૂા.૬.૭૪ કરોડનો ખર્ચ થશે.

આ ઉપરાંત આ સ્‍ટેન્‍ડિગ કમિટી મીટીંગમૉ વોર્ડ નં.૩માં માધાપર ગામના હયાત સ્‍મશાનને વિદ્યુત સ્‍મશાન તરીકે રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ડેવલપ કરવા, અગાઉ પેન્‍ડીંગ રહેલ શીતલપાર્ક પાસે કપાત ગ્રસ્‍તોને વળતર અંગેની, ઇસ્‍ટઝોનના વિસ્‍તારોમાં પાણી સપ્‍લાય માટે ડી.આઇ. પાઇપલાઇન બીછાવવા તથા કર્મચારીઓ તથા કર્મચારીઓના પરીવારજનોને આર્થિક તબીબી સહાય સહિત દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.(૨.૨૩)

(3:04 PM IST)