તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
શીતલપાર્ક સિધ્ધીવિનાયક ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સુનિલ આનંદ ધાર્મિક ગીતોની જમાવટ કરશે
મુળ યુ.પી.ના હાલ મુંબઇમાં કારકીર્દી જમાવનાર સુનિલ આનંદ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ગીનીશ બુકનું બહુમાન મેળવી : ચુકયા છે : યુ-ટયુબ ચેનલ પર અનેક ગીતો ધુમ મચાવી રહ્યા છે

રાજકોટ તા. ૪ : અહીંના શીતલપાર્ક ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે સિધ્ધી વિનાયક ગ્રુપ યોજીત ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ૯ વાગ્યે મુંબઇના ઉભરતા કલાકાર સુનિલ આનંદ ધાર્મિક ગીતોની ધૂમ મચાવશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સવના આયોજક રાજ જગતસિંહ અને સુનિલ આનંદે જણાવ્યુ હતુ કે રાજકોટની જનતા ધર્મપ્રેમી છે. ત્યારે હાલ ગણેશ ભક્તિમાં ઓળઘોળ બનેલ ભાવિકોને હિન્દી ગીતોના માધ્યમથી ધર્મભક્તિમાં રસતરબોળ કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. યુ-ટયુબ ચેનલ ઉપર ઉપરાઉપરી અનેક ગીતોથી ધુમ મચાવનાર સુનિલ આનંદે જણાવ્યુ હતુ કે હું મુળ તો યુ.પી.ના ગોંડા જીલ્લાનો વતની છુ. કારકીર્દીની શરૂઆત મે મુંબઇમાં કરેલ. મધ્યમ સાધારણ પરિવારમાંથી આવુ છુ. ૨૦૧૮માં રાકેશ ઓઝાના સહકારથી મેં મુંબઇમાં શુટીંગ ક્ષેત્રે કારકીર્દી અજમાવી હતી. પરંતુ મને મ્યુઝીક પ્રત્યે લગાવ વધુ હતો. જેથી રીટા કોલ પાસે મ્યુઝીક શીખવાની શરૂઆત કરી અને ધીરે ધીરે પ્રગતિના દ્વાર ખુલતા ગયા.
૨૦૧૮માં મને મોટી પ્રસિધ્ધી ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં રજુ કરેલ લાઇવ હન્ડ્રેડ બેન્ડ કાર્યક્રમથી મળી. મારા અવાજનો જાદુ અને બેન્ડ ટીમની મહેનતથી અમે રનર્સ અપ બન્યા હતા. એજ રીતે ૨૦૨૦માં ‘ધ ફર્ગેટ ટેન આર્મી' વેબ સીરીઝ એમઝોન પર આવેલ તેમાં રજુ થયેલ મારા સોંગને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ હતુ. હાલ તો મારા અનેક ગીતો યુ-ટયુબ પર ધુમ મચાવી રહ્યા છે. તેમ સુનિલ આનંદે જણાવ્યુ હતુ.
આ તકે તેઓએ રાજકોટના રાજ જગતસિંહનો પણ આભાર વ્યકત કરેલ. અને જણાવેલ કે રાજભાઇનો પણ મારી કારકીર્દીમાં એટલો જ સહયોગ છે. તેમની સાથે અમે હિન્દી સોંગ ‘ઓમ નમઃશિવાય' બનાવેલ અને લોકોએ ખુબ વધાવ્યુ હતુ. ઉપરાંત મારા અવાજમાં રેકોર્ડ થયેલ ‘ગીયા ગીયા' સોંગ એમેઝોન પર લોન્ચ થતા જ ૧૦૦ મીલીયનથી વધુ વ્યુઅર મળેલ છે. તમન્ના ભાટીયા સાથે ‘ઓડેલા-ર' ગીત કરેલ છે. ઝી મ્યુઝીક પરનું મારૂ ‘જી લુ મેં' સોંગ પણ લોકોની પસંદગીમાં મોખરે બની ચુકયુ છે.
ત્યારે આજે રાજકોટના લોકોને ધાર્મિક ગીતોથી રસતરબોળ કરીશુ. લોકોએ આ વિનામુલ્યે મ્યુઝીકલ કાર્યક્રમમાં ઉમટી પડવા જાહેર આમંત્રણ રાજ જગતસિંહ (મો.૮૮૬૬૬ ૬૦૭૨૯)એ પાઠવ્યુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુનિલ આનંદ અને બાજુમાં રાજ જગતસિંહ નજરે પડે છે (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:18 PM IST)










