<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મોટા મવાના સાગરે ઘરમાં ઘુસી મહિલાનો હાથ પકડી કહ્યું-મારી સાથે પ્રેમસંબંધ રાખ

મહિલાએ ના પાડી તું મારા ભાઇ સમાન છો કહેતાં તેણે હું તારુ અને તારા પતિનું તોડાવી નાંખીશ કહી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: શહેરના મુંજકા વિસ્‍તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસી તેણીનો હાથ પકડી લઇ એક શખ્‍સે પોતાની સાથે ધરાર પ્રેમ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ૩૧ વર્ષની  મહિલાની ફરિયાદ પરથી મોટા મવામાં રહેતાં સાગર કિશોરભાઇ અગ્રાવત વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેના લગ્ન છ વર્ષ પૂર્વે થયા છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. દોઢેક મહિના પહેલાં સાગરે તેણીને ફોન કરી વાતચીત શરૂ કરી હતી. ત્‍યારબાદ તે અવારનવાર ફોન કરતો હતો અને ગત તા.૨૯ના મહિલા ઘરે એકલી હતી ત્‍યારે સાગર ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણીનો હાથ પકડી તું મારી સાથે પ્રેમસંબંધ રાખ અને તારા પતિને છોડી દે તેમ કહ્યું હતું. મહિલાએ તેણીને હું પરિણીત છું અને તું મારા ભાઇ સમાન છો તેમ કહેતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને તેણે હું તારું અને તારા પતિનું તોડાવી નાખીશ, અને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

સાગર પ્રેમસંબંધ રાખવા સતત દબાણ કરતો હોઇ અંતે તેણીએ પોતાના પતિને જાણ કરી હતી. આ વચ્‍ચે ગત બીજી તારીખે ફરીથી તેણે મહિલાના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને તેણીના પતિ સાથે પણ માથાકુટ કરી હતી. તેમ ફરિયાદમાં જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં  પીએસઆઇ બી. એચ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

(3:30 PM IST)