News of Thursday, 4th September 2025
માંડવી ચોક દેરાસરનું રવિવારે ૧૯૯ મું સંઘ સ્વામિવાત્સલ્ય
મહાપર્વ પર્યુષણના ૧૧ કર્તવ્યમાંનું એક કર્તવ્ય એટલે સંઘ જમણ : પૂ. મનકચંદ્ર મ.સા., પૂ. પ્રિયચંદ મ.સા., પૂ. વિતરાગ મ.સા. તથા સાધ્વીજી ભગવંત પૂ. કૈવલ્યરસાશ્રીજી આ.ઠા.ની નિશ્રા

માંડવી ચોક દેરાસરમાં રવિવારે યોજાનાર ૧૯૯ માં સંઘજમણની ‘‘અકિલા'' કાર્યાલયે સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા, ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી, ટ્રસ્ટ્રીઓ જયંતભાઇ મહેતા, દિલીપભાઇ ટોળીયા, દિપકભાઇ મહેતા તથા પુષ્પકભાઇ જૈને વિગતો આપી હતી.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃસૌરાષ્ટ્રનું નજરાણું - રાજકોટ ની શાન સમું શ્રધ્ધાનું પ્રતિક શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના સાનિધ્યમાં રાજકોટમાં વસતા તમામ મૂર્તિપુજક જૈનોનું સંધ સ્વામિવાત્સલ્ય રવિવાર તા.૭ ના શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધ (દાદાવાડી) ના માંડવી ચોક જિનાલયના આંગણે આયોજીત થઈ રહેલ છે.
સંધ સ્વામિવાત્સલ્ય જૈનોના પ્રવિત્ર ગ્રંથ ‘કલ્પસૂત્ર' માં વર્ણવ્યા મુજબ પયુષઙ્ઘણના વાર્ષિક ૧૧ કર્તવ્યમાં નું એક કર્તવ્ય એટલે ‘સંધ સ્વામિવાત્સલ્ય' જેમાં જૈનો સામુહિક રીતે સાથે સંધ પ્રસાદ લે છે.સંધ સ્વામિવાત્સલ્ય દરમ્યાન પધારતા સર્વે જૈનોનાં હૈયે એક જ વાત કે પરસ્પર મૈત્રીભાવનું ઝરણું સૌના હૈયે વહયા કરે એ જ શુભ ભાવ રહે
શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધના આંગણે ૧૯૯ મું સંધ જમણનું ભવ્યતિભવ્ય આયોજનમાં આચાર્યબંધુ બેલડી શ્રી જિન હેમચંદ્રસાગર મ.સા. ના તપસ્વી રત્ન મુનિરાજ શ્રી મનકચંદ્ર મ.સા. શ્રી પ્રિયચંદ મ.સા. તથા શ્રી વિતરાગ મ.સા. તથા તપસ્વી સાધ્વીજી ભગવતં કૈવલ્યરસાશ્રીજી આદિ ઠાણા નિશ્રાપ્રદાન કરેશ.
દર વર્ષની જેમ અંદાજીત દશ હજારથી પણ અધિક જૈનો જે આ સંધ સ્વામિવાત્સલ્ય નો લાભ લે છે તેવા સંધ જમણના મુખ્ય સંધપતિ પરિવારો કોમલબેન પરેશભાઈ શાહ, આરતીબેન જયભાઈ શાહ , ઈન્દીરા બેન અનંતરાય કામદાર (જુલીયાના ફેશન કલબ) તથામનીષાબેન દીપકભાઈ જોબનપુત્રા પરિવાર તથા અનેક સહાયક સંધપતિઓ છે.
સાથ સહકાર અને દાનની સરવણીથી ‘શ્રી સંધ સ્વામિવાત્સલ્ય' નું ભવ્ય આયોજન આકાર પામી રહેલ છે.૧૯૮ વર્ષથી દર વર્ષે આયોજીત થતું આ સંધ સ્વામિવાત્સલ્ય માં પરંગપરાગત ભોજન નો સ્વાદ રાજકોટના જૈનો માણશે.
શ્રી દાદાવાડીના આંગણે શ્રી સુપાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં હાજરાહજુર શ્રી મણિભદ્ દાદાના આર્શિવાદ સાથે સંધમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહેલ છે અને સમગ્ર ટ્રસ્ટ- કારોબારી સભ્યો- કાર્યકરો મહેનત કરી રહયા છે. શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધ સંચાલીત જીનાલયો શ્રી સુપાર્શ્વનાથ જિનાલય, શ્રી મણીયાર જિનાલય, શ્રી મહાવીર સ્વામી જિનાલય, શ્રી મુનિસુવ્રત સ્વામિ જિનાલય ના સર્વે કન્વેનીયરો - કમિટિ સભ્યો પ્રમુખશ્રી જીતુભાઈ દેશાઈની રાહબરી નીચે કાર્યો કરી રહયા છે.
શ્રી સંધ સ્વામિવાત્સલ્ય રવિવાર તા. ૭ સવારના ૧૧-૩૦ થી બપોરે ૨ સુધી રહેશે.શ્રી સંધ સ્વામિવાત્સલ્ય માં પધારવા શ્રી ૧૯૯ વર્ષ પ્રાચીન શ્રી સુપાર્શ્વનાથ દાદાના દર્શન-વંદન તથા હજારો જૈનોના શ્રધ્ધાનું પ્રતિક એવા હાજરાહજુર શ્રી મણીભદ્રદાદાના વંદનનો પણ અમુલ્ય લાભ મળશે.
જૈનોના વાર્ષિક કર્તવ્ય એટલે કે સંધ પ્રસાદ- સંધ સેશ નું ખુબ જ મહત્વ શાષાોમાં વર્ણવવામાં આવેલ છે તેને ભગવાનની વાણી- સમજી દરેકે આ સંધ જમણમાં અવશ્ય પધારી જૈનોની એકતા- સાધર્મિક પ્રત્યે પોતાનો અહોભાવ આપી સંધ પ્રસાદ જરૂરથી લેવા પધારવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંધનાપ્રમુખ જીતુભાઈ ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી સેક્રેટરી કિરીટભાઈ સંધવી તથા સમગ્ર ટ્રસ્ટ મંડળ- કારોબારી સભ્યો- ટ્રસ્ટીઓ દરેક જિનાલયના કમિટિ સભ્યોએ આમંત્રણ પાઠવ્યુ છે.
(3:56 PM IST)










