તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રાજકોટમાં: સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર-તબિબી અધિક્ષક, આરોગ્ય અધિકારીઓ સાથે ખાસ બેઠક
સાંસદ, ધારાસભ્ય, રોગી કલ્યાણ સમિતીના સદસ્યોની પણ ઉપસ્થિતીઃ સિવિલ હોસ્પિટલ સહિત શહેર જીલ્લાની આરોગ્ય સેવાઓ અંગે ખાસ સુચનો

રાજકોટઃ રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. તેમણે પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે અધિકારીઓની હાજરીમાં શહેર જીલ્લાની આરોગ્ય સેવાઓ સહિતની બાબતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. ઓમપ્રકાશ, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, જીલ્લા રોગી કલ્યાણ સમિતીના રાજેશભાઇ ચાવડા તેમજ ડીડીઓ આનંદ સુરેશ ગોવિંદ તેમજ રાજકોટ શહેર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ, જીલ્લાના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સિનીયર તબિબ ડો. એમ. સી. ચાવડા, આરએમઓ ડો. હર્ષદ દુસરા, મેડિકલ કોલેજના ડીન તેમજ અન્ય વિભાગોના વડાઓ હાજર રહ્યા હતાં. આરોગ્ય કમિશનર દ્વારા શહેર-જીલ્લાની આરોગ્ય સેવાને લઇને મહત્વના સુચનો અપાયા હતાં. પ્રથમ તસ્વીરમાં આરોગ્ય કમિશનરનું સ્વાગત કરતાં તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, ડીન તેમજ અન્ય તસ્વીરોમાં બેઠક શરૂ થઇ તે દ્રશ્યો જોઇ શકાય છે. આરોગ્ય કમિશનરે દવાઓના બીલ, ધોબી કપડા લઇ ગાયબ થયો તે પ્રશ્ન તેમજ કન્ડમ એમ્બ્યુલન્સ સહિતના અનેક પ્રશ્નોને લઇને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક ભાષામાં સુચના આપી હતી. ઉપસ્થિત સાંસદે પણ અનેક પ્રશ્નોને લઇને જવાબો માંગ્યા હતાં. આરોગ્ય કમિશનરે વિવિધ મુદ્દે ક્ષતિ નિવારવા કડક સુચના આપી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:04 PM IST)










