તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 4th September 2025
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બાબતે રામભાઈ મોકરિયાએ તડફડી બોલાવી : આરોગ્ય કમિશનરની હાજરીમાં અધિકારીઓને ખખડાવ્યા
એમ્બ્લ્યુલન્સ સારી અવસ્થામાં હોવા છતાં તેને ખરાબ બતાવવાનો પ્રયાસ કરાતો હોવાથી સાંસદ રામભાઈ મોકરિયાએ અધિકારીઓનો ઉઘડો લીધો

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં ઉપયોગ બાબતે સાંસદ રામભાઈ મોકરિયાએ તડફડી બોલાવી હતી અને આરોગ્ય કમિશનરની હાજરીમાં જ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સારી કન્ડિશનમાં હોવા છતાં તેની હાલત ખરાબ બતાવવાનો પ્રયાસ કરાયો હતો. એમ્બ્યુલન્સ સારી હાલતમાં હોવાનું જણાયું. જો કે, ઘણા સમયથી ઉપયોગ ન થતાં તેનાં ટાયરની હવા નીકળી ગઈ છે અને વાહન પર ધૂળ જામી છે.
રાજ્યસભાનાં સાસંદ રામભાઈ મોકરિયાએ તડાફડી બોલાવી છે. સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ધૂળ ખાઈ રહી એમ્બ્યુલન્સ મામલે આરોગ્ય કમિશનરની હાજરીમાં સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. રિપોર્ટ અનુસાર, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં ઉપયોગ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો અધિકારીઓ દ્વારા ઘણી એમ્બ્યુલન્સ ખરાબ હાલતમાં હોવાનું કહેવાયું હતું. ટાયર પંચર અને ફાટેલા ટાયર બદલવાને બદલે કન્ડમ ગણાવી હતી.
આથી, એમ્બ્લ્યુલન્સ સારી અવસ્થામાં હોવા છતાં તેને ખરાબ બતાવવાનો પ્રયાસ કરાતો હોવાથી સાંસદ રામભાઈ મોકરિયાએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો. માત્ર ઘણા સમયથી એમ્બ્યુલન્સનો ઉપયોગ ન થતા તેનાં ટાયર ખરાબ હાલતમાં અને વાહનમાં ધૂળ જામી હોવાનું જણાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સની સુવિધા હોવા છતાં દર્દીઓ પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા મજબૂર થયા છે. આ મામલે હવે આગળ શું પગલાં લેવાશે તેનાં પર સૌની નજર છે.
(7:09 PM IST)










