તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
તોપખાનાના રાજેશભાઇ અને ભીડભંજન સોસાયટીના સંતોષભાઇના હાર્ટએટેકથી મૃત્યુ
બેભાન હાલતમાં ભીમનગરના સુરેશભાઇ અને નાણાવટી ચોકના ભરતભાઇના મોત

રાજકોટ તા. ૫: હૃદય રોગના હુમલાથી મૃત્યુના વધુ બે બનાવ બન્યા છે. તોપખાનામાં રહેતાં સફાઇકામદારનું તેમજ ભીડભંજન સોસાયટીમાં રહેતાં સિક્યુરીટી ગાર્ડ આધેડનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જ્યારે બેભાન હાલતમાં ગાંધીગ્રામના આધેડ તથા ભીમનગરના આધેડના મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ તોપખાના-૩માં રહેતાં રાજેશભાઇ શંકરભાઇ ગોરી (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોીસ્પટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. તેઓ સફાઇ કામ કરતાં હતાં અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે.
બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ ભીડભંજન સોસાયટી-૫ બસેરા ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં સંતોષભાઇ છગનભાઇ વાજા (ઉ.વ.૪૫) બેભાન થઇ જતાં મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું બહાર આવ્યું હતું. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં તથા સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ ભીમનગર જકાતનાકા પાસે રહેતાં સુરશેભાઇ રતિલાલભાઇ પરમાર (ઉ.વ.૪૫) બિમારીને લીધે બેભાન થઇ જતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે.
ચોથા બનાવમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસમાં રહેતાં ભરતભાઇ કલ્યાણજીભાઇ રામાનંદી (ઉ.વ.૪૫) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. પેટમાં પાણી ભરાઇ જવાની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:27 PM IST)










