<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

આર.સી.એમ. ગ્રુપ દ્વારા સ્‍વાસ્‍થ્‍ય સંદેશ સાથે દેશભરમાં રૂપાંતરણ યાત્રા : ૧૬મીએ ભીલવાડાથી પ્રસ્‍થાન

૧૯મીએ રાજકોટમાં પ્રવેશ : પૂર્વ તૈયારી અર્થે તા. ૭ ના બૌધ્‍ધ વિહાર ખાતે યોગા, વૃક્ષારોપણ અને વ્‍યસન મુક્‍તિ કાર્યક્રમો

રાજકોટ તા. ૫ : ઓર્ગેનીક ફર્ટીલાઇઝર ક્ષેત્રે કામ કરતી આર.સી.એમ. કંપની દ્વારા હંમેશા લોકોની સેવા, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કારોને મહત્‍વ અપાયુ છે. ત્‍યારે સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકોમાં જાગૃતતા લાવવાના હેતુથી આગામી તા. ૧૬ સપ્‍ટેમ્‍બરથી ૧૦૦ દિવસ માટે એક રૂપાંતરણ યાત્રા પુરા દેશભરમાં ફેરાવવા આયોજન ઘડી કઢાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર.સી.એમ. ટીમના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ યાત્રાનો પ્રારંભ તા. ૧૬ ના રાજસ્‍થાનના ભીલવાડા ખાતેથી થશે. મુખ્‍ય રથ સાથે અન્‍ય વાહનો જોડાશે અને લોકોમાં સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિનો સંદેશો પ્રસરાવાશે. ખાસ કરીને વ્‍યસન મુક્‍તિ અને રકતદાન માટેની હિમાયત કરાશે.

પુરા ભારતમાં ૧૭૦૦૦ કિ.મી. ફરનાર આ રૂપાંતરણ યાત્રા તા. ૧૯ સપ્‍ટેમ્‍બરના રાજકોટ ખાતે આવી પહોંચશે. જેના સ્‍વાગત સન્‍માન માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એ દિવસે સવારે ૮ વાગ્‍યે શાષાી મેદાન ખાતે ૮ હજારથી વધુ લોકો સ્‍વાગત માટે જોડાય તેવી તૈયારીઓ કરાઇ છે.

આ યાત્રાના સ્‍વાગત સત્‍કારની તૈયારી અર્થે તા. ૭ ના રવિવારે પૂર્વ કાર્યક્રમો પણ આયોજીત કરાયા છે. જેમાં બૌધિસત્‍વ આંબેડકર બૈધ્‍ધ વિહાર કણકોટ પાટીયા પાસે, કાલાવડ રોડ ખાતે તા. ૭ ના રવિવારે સવારે ૮ વાગ્‍યે યોગા, ૯ વાગ્‍યે વૃક્ષારોપણ અને ૧૧ વાગ્‍યે વ્‍યસન મુક્‍તિ અવેરનેશ કાર્યક્રમ થશે.

ઉલ્લેખનીય છે કે આર.સી.એમ.ના વડા ટી. સી. છાબરા અધ્‍યાત્‍મને વરેલા છે. લોકોના સ્‍વાસ્‍થ્‍યની જાગૃતિ માટે હંમેશા કાર્યક્રમો આપે છે. જે અંતર્ગત આર.સી.એમ. દ્વારા દર મહીને સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રકતદાન, વૃક્ષારોપણ, વ્‍યસન મુક્‍તિ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

ત્‍યારે આર.સી.એમ. યોજીત રૂપાંતરણ સ્‍વાસ્‍થ્‍ય યાત્રા રાજકોટમાં આવી રહી હોય તેના સ્‍વાગત સત્‍કાર માટે આર.સી.એમ.ના સદસ્‍યોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વધુને વધુ લોકોને આ કાર્યક્રમોમા જોડાવા અને વધુ માહીતી માટે મો.૯૨૬૫૩ ૪૯૨૮૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ આર.સી.એમ. પરિવારના વી. બી. ચાવડા, રસિક ઉતેળીયા, પ્રણેશ કલગથરા, નિલેશ સલુડીયા, ગોરધનભાઇ ચાવડા, જીતેન્‍દ્ર મહિડા, નિર્વાણ ઘમ્‍મર, દિપંકર સુમન, વિશાલ ચાવડા, મમતાબેન ચાવડા, હેતલ મહિડા, ચંદ્રસેન નાગવંશી, વિનોદ દવેરા, દેવરાજભાઇ માલકીયા, વિજયભાઇ માને, દિનેશભાઇ શેલડીયા વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:46 PM IST)