<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ દ્વારા GST કાઉન્‍સીલના નિર્ણયને સહર્ષ આવકાર...

MSMEને બુસ્‍ટ મળશે તેમજ ઈન્‍ફાસ્‍ટ્રકચર, એગ્રીકલ્‍ચર, ઓટોમોબાઈલ્‍સ તેમજ હેલ્‍થકેર અને ફાર્માસ્‍યુટીકલ જેવા તમામ સેકટરોને ખુબ જ ફાયદો થશે

રાજકોટ, તા.૫: દેશના યશસ્‍વી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા સ્‍વતંત્રપર્વના દિવસે GST માં મોટા બદલાવની જાહેરાત કરી હતી. ત્‍યારે ગત તા.૦૩-૦૯-૨૦૨૫ ના રોજ કેન્‍દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સીતારામનજીની અધ્‍યક્ષતામાં ૫૯મી GST કાઉન્‍સીલની મિટીંગ મળેલ હતી. જેમાં GST દરોને માત્ર પત્ર અને ૧૮% ના બે સ્‍લેબ કરવાના "Next Generation GST Reform" તરીકેના મહત્‍વના નિર્ણયને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ સહર્ષ આવકારે છે. સાથે  માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી, નાણામંત્રીશ્રી તેમજ ગુજરાત સરકારશ્રીને અભિનંદન સાથે આભારની લાગણી વ્‍યકત કરે છે. આ નવા GST દરની અમલવારી આગામી ૨૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ થી લાગુ કરવામાં આવનાર છે ત્‍યારે GST સ્‍લેબ અને દરોમાં ફેરફાર થવાથી દેશના દરેક નાના થી લઈને મોટા સુધીના તમામ વર્ગોને લાભ થશે. સાથો સાથ MSMEને બુસ્‍ટ મળશે તેમજ ઈન્‍ફાસ્‍ટ્રકચર, એગ્રીકલ્‍ચર, ઓટોમોબાઈલ્‍સ તેમજ હેલ્‍થકેર અને ફાર્માસ્‍યુટીકલ જેવા તમામ સેકટરોને ખુબ જ ફાયદો થશે.

જુલાઈ ૨૦૧૭ થી GST કાયદાનું અમલીકરણ કરવામાં આવેલ ત્‍યારથી તેમાં રહેલી વિસંગતતાઓ અને વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્‍કેલીઓનું યોગ્‍ય નિરાકરણ લાવવા માટે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારશ્રી સમક્ષ રૂબરૂ તેમજ લેખીત અનેકવાર રજુઆતો કરવામાં આવેલ હતી અને મહદઅંશે તેમાં સફળતા પણ મળેલ છે. તેમજ અગાઉ તા.૨૧-૦૬-૨૦૨૪ ના રોજ ન્‍યુદિલ્‍હી ખાતે કેન્‍દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારામનજીની અધ્‍યક્ષતામાં મિટીંગ મળેલ હતી તેમાં પણ રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ ઉપસ્‍થિત રહીને GST ને લગતા વિવિધ પ્રશ્‍નો તેમજ ચાર સ્‍લેબમાંથી માત્ર પ% અને ૧૪% એમ બે સ્‍લેબ રાખવાની રજુઆત કરેલ હતી. આમ આ રજુઆતનો સ્‍વીકાર થયેલ છે અને GST માં માત્ર બે જ પ% અને ૧૮% ના સ્‍લેબ રાખવાના સરકારશ્રીના આ નિર્ણયને આવકારી અભિનંદન સાથે આભારની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:19 PM IST)