તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 5th September 2025
૮મી સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝીયોથેરાપી-ડેઃ રાજકોટ ફીઝીયોથેરાપી એસો.દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો
સોશિયલ મીડિયામાં અવેરનેસ વિડીયો, ડીજીટલ મેકીંગ સ્પર્ધાનું પણ આયોજન

રાજકોટઃ દર વર્ષે ૮મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વમાં ‘‘વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ'' રૂપે ઉજવવામાં આવે છે. આ નિમિતે રાજકોટ ફિઝીયોથેરાપી એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન-જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૫નાં વિશ્વ ફિઝીયોથેરાપી દિવસની ગીમ ‘‘Geriatric problems & healthy aging'' છે, જેવી કે સંતુલન ગુમાવવું, પડી જવું, લાંબા ગાળાની બીમારીઓ, રોજિંદા કાર્યોમાં સ્વતંત્રતા જાળવી રાખવા તેમજ સક્રિય અને તંદુરસ્ત જીવન જીવવામાં સહાય કરવામાં ફિઝીયોથેરાપીની ભૂમિકા નકારી શકાય એમ નથી. આ વર્ષે પણ રાજકોટ ફિઝીયોથેરાપી એસોસીએશન દ્વારા આજથી તા.૮ સુધી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે સોશિયલ મીડિયામાં અવેરનેસ વિડિયો મૂકવામાં આવશે. ઉપરાંત ડીજીટલ પોસ્ટર મેકીંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૧૬થી કાર્યરત આ સંસ્થામાં હાલ ૬૫૦ થી વધુ સભ્યો છે. અને દર વર્ષે સ્પોર્ટસ, પબ્લીક અવેરનેસ, સેમીનાર, કેમ્પ જેવા ૧૦ થી ૧૫ કાર્યક્રમો યોજાય છે.
તસ્વીરમાં રાજકોટ ફીઝીયોથેરાપી એસોસીએશનના પ્રમુખ ડો.નિશાંત નાર, સેક્રેટરી ડો.મોનાલી તન્ના, ડો.મનિષ પાઠક અને ડો.પલક શાહ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










